________________
[ શાસનનાં શમીરને પ્રકરણ : ૮
(૧) ભગવાન ઋષભદેવથી પાર્શ્વનાથ
ભગવાનના સમયનાં શ્રમણીઓ [ આ પ્રકરણમાં ભગવાન વિષભદેવથી ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરસ્વામીના યુગની સાધ્વીઓ વિશેની ચરિત્રાત્મક વિગતો આપવામાં આવી છે. આ વિગતોમાં મુખ્યત્વે સંયમજીવનની અને તપની તેમ જ શ્રમણીઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરેલી આરાધનાને દર્શાવવામાં આવી છે. તદુપરાંત, જૈન ધર્મમાં શીલધર્મ પાલક અને રક્ષક શાસનપ્રભાવક સતીઓની ચરિત્રાત્મક નોંધ આપવામાં આવી છે, સતીઓના જીવનના પ્રેરક, પવિત્ર ને સદાચારપષક પ્રસંગો એ માત્ર નારીસમાજનું ગૌરવ નથી. પણ બ્રહ્મચર્યવ્રતના મહિમાનું મૂલ્ય પ્રતિપાદન કરીને સંયમજીવનની આરાધનામાં સાત્વિકતા પ્રદાન કરે છે. એમનું પુણ્યસ્મરણ જીવનમાં મંગળ કરનાર બને છે. એટલે તેઓનું સમગ્ર જીવન અને કાર્યનું મૂલ્ય કેટલું ઊંચું હશે તે સહજ રીતે સમજી શકાય તેમ છે. ]
ચતુર્વિધ સંઘમાં શ્રમણ સમુદાય બીજા ક્રમે છે. શ્રી કષભદેવ ભગવાનથી શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના સમયમાં થઈ ગયેલા મુખ્ય સાધ્વી-સમુદાયનો ઇતિહાસ શ્રમણી-સમુદાયના ભવ્ય ભૂતકાળના પરમેશ્ચ આદર્શને ચરિતાર્થ કરે છે. - સાધ્વી-સમુદાયને પરિચય બે વિભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ વિભાગમાં શ્રી ભદેવથી શ્રી પાર્શ્વનાથ સુધીની મુખ્ય સાધ્વીઓને મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યું છે, જ્યારે બીજા વિભાગમાં શ્રી મહાવીરસ્વામીના સમયની સાધ્વીઓ વિષે વિગતો આપી છે.
૧. મરદેવી : આ અવસર્પિણીના પ્રથમ તીર્થકર શ્રી કષભદેવની માતા અને યુગલિયા મનુષ્યના અંતિમ યુગના નાભિકુલકરની પત્ની મરુદેવી છે. શ્રી રાષભદેવ ભગવાનને આત્મા સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવીને મરૂદેવી માતાની કુક્ષિમાં આવ્યું. માતાની કુક્ષિમાં આવ્યા પછી એમને ગજ, વૃષભ, સિંહ, શ્રીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કુંભ, પદ્મસરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ –- એમ ચૌદ સ્વાન જોયાં હતાં. સ્વપ્નને પ્રભાવ માતાના જીવન પર પડે છે અને ઉત્તમ જીવ ગર્ભમાં આવે તે જ આવાં સ્વપ્ન આવે છે. કાષભદેવ ભગવાનનાં માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભને પોતાના મુખમાં પ્રવેશ કરતા જે હતા એમ આવશ્યક નિયુક્તિમાં ઉલ્લેખ છે. શુભ સ્થાન નિહાળીને માતા મરુદેવીએ જાગીને શુભ ભાવથી નાભિરાજાને સ્વપ્નનું વૃત્તાંત જણાવ્યું. મરુદેવી માતાએ પ્રથમ તીર્થંકર શ્રી કષભદેવને જન્મ આપે, અને રાષભદેવ આ કાળચકમાં સાધુ પરંપરાના પ્રથમ અનુયાયી બન્યા તેનું ગૌરવ માતા મરુદેવીએ પ્રાપ્ત કર્યું. માતા મરુદેવીએ એક એવા પુત્રને જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org