________________
૭૨ ]
[ શાસનનાં શમણીરત્ન બ્લોકેનો અનુવાદ આપવામાં આવ્યું છે. અમૃત તે એક બિંદુ સમાન હોય તે પણ તેના પ્રભાવથી સમગ્ર સંયમજીવનની સૌરભ પ્રસરે છે, જેથી આત્મરમણતા કેળવી શકાય છે.
સાધ્વીઓએ રાખવી જોઈતી નમ્રતા : દધિવાહન રાજાની પુત્રી સાથ્વી ચંદનબાળાને રાજપુત્રાદિકે માર્ગમાં જતાં માન આપતાં હતાં, તો પણ તે સાધ્વીજી મનમાં લગારે ગર્વ કરતાં ન હતાં. એમ સમજીને કે એ સર્વ ચારિત્રધર્મને જ પ્રભાવ છે, એવી રીતે ડહાપણથી સ્વસંયમમાર્ગમાં વિચરતાં હતાં. (૧૩).
ચારિત્રમાં સ્થિર કરવાની બુદ્ધિથી ગુરુ મહારાજની આજ્ઞા વડે પિતાના ઉપાશ્રયે આવેલા એક દિવસના દીક્ષિત ક્રમક સાધુની સન્મુખ આવી ચંદનબાળા સાધ્વીએ નવદીક્ષિત સાધુને બહુમાનપૂર્વક વંદન કરી, બે હાથ જોડી, સન્મુખ ઊભા રહીને પધારવાનું પ્રયોજન પૂછ્યું. એવા પ્રકારને વિનય સર્વ સાધ્વીઓએ રાખવો જોઈએ. (૧૪).
સે વરસની દીક્ષિત સાધ્વીએ આજના નવદીક્ષિત સાધુને પણ વિનય–સન્મુખગમન, વંદન અને નમસ્કાર વગેરેથી સાચવે કહ્યો છે. (૧૫).
વૃદ્ધ સાધ્વીએ પણ નવક્રીક્ષિત સાધુને વિનય શા માટે કરે ? તેનાં કારણો –
ધર્મ પુરુષથી પિદા થયેલ છે, પુરુષરને ઉપદે છે. ધર્મમાં પુરુષની પ્રધાનતા છે અને લેકમાં પણ પુરુષ વડે ગણાય છે, તો સર્વોત્તમ ધર્મમાં એ વિશે કહેવું જ શું? (૧૬).
અભિમાનથી થતી ખુવારી : જે મદ કરવાથી ધર્મ પ્રાપ્ત થતું હોત તે શીત, તાપ અને વાયરાથી વ્યાહત એવા બાહુબલીને એક વર્ષ પર્યત આહાર, પાણી રહિત લેશ પામવે પડેત નહિ. (૨૫).
શ્રી ગુરુમહારાજની હિતશિક્ષા વિના સ્વછંદપણે, કપિલકલ્પિત વર્તન વડે પરભવનું હિત શી રીતે થઈ શકે? આત્માથી જનોએ તે અવશ્ય ગુરુનું આલંબન લેવું જ જોઈએ. (૨૬).
અહંકારી, કૃત, અવિનીત, ગવિષ્ઠ અને અનમ્ર પુરુષ સાધુજનમાં નિંદાપાત્ર અને લેકમાં પણ હેલનાયેગ્ય થાય છે. (૨૭).
વૈરાગ્ય ઉપદેશ : કેટલાક હળુકમ જને સનતકુમાર ચક્રીની પેરે અલ્પ ઉપદેશથી પણ બુઝે છે, ફક્ત શરીરમાં તત્કાલ મહારોગ ઉત્પન્ન થયાનું દેવોએ ચક્રીને કહ્યું હતું. (૨૮).
જ્યારે તેત્રીસ સાગરોપમ પ્રમાણ શાતા લહેરમાં રહેનાર અનુત્તર વિમાનવાસી દેવને પણ મનુષ્યભવમાં આવી અવતરવું પડે છે, તેવા સુખી દેવને પણ ગર્ભવાસનાં દુઃખ મનુષ્યભવમાં અવતરી વેઠવી પડે છે, તે પછી વિચારી લેતાં સંસારમાં શાશ્વત સુખ કયું છે? એકે નથી. (૨૯).
જે સુખના અંતે દુઃખ રહેલું હોય તેને સુખ જ કેમ કહેવાય? જેના અંતે જન્મમરણ કરવાં પડે તેને સુખ કહેવું જ યુક્ત નથી. ખરું સુખ તે કે જે અક્ષય અને અખંડ છે, અને એવું સુખ તે કેવળ મેક્ષસ્થાનમાં જ રહેલું છે. (૩૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org