________________
૬૪ ]
[ શાસનનાં શ્રમણીરત્નો પ્રથમ સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી બાહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પોતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ હિતકારક જ્ઞાની ભગવતેનાં વચનને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચને પણ પિતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ–યથાર્થ ન સમજાય તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પિતાના ગુરુભગવંતે પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવી પિતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ઘટે. દીક્ષા લીધા પછી રજની ઉપયોગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવું. એ જ રીતે, આવશ્યક સૂત્રોના અર્થો, સામાચારીની નિર્મળતા, આવશ્યક ક્રિયાની સમયાદિ વ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુજીવન જીવવા માટેની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. વળી જેનાથી આત્મા સંયમવિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની સાધના સાધવા ઉદ્યત થઈ શકે છે તે પ્રાથમિક અભ્યાસ નીચે પ્રમાણે કરવો જરૂરી છે.
(૧) આવશ્યક ક્રિયાનાં સૂત્ર (અર્થ સાથે) શક્ય હોય તે સંહિતા, પદસંધિ, સંપદા અને ઉચારશુદ્ધિની યેગ્ય કેળવણું મેળવવી જરૂરી છે. (૨) શ્રી દશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે ) : સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથનો અર્થ ધારી, તેમાંથી ધ્યાન રાખવાલાયક નોંધ કરી જ તે સંબંધી યોગ્ય ઉપગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવ. આખા દશવૈકાલિકસૂત્રને યુગ ન બને તેમ હોય તે પણ પહેલા પાંચ અધ્યયને, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાઓ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી, તેમ જ દશવૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનની સઝાયે ગુરુગમથી ધારવી અને બને તે ગોખવી. (૩) શ્રી ઘનિયુક્તિ ગ્રંથની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, સ્થડિલભૂમિ, રોગ-ચિકિત્સા, પાત્રલેખ આદિ સંબંધી ગ્ય જયણા આદિ નેધ કરવી. (૪) વૈરાગ્યવાહી ગ્રંથનું વાચનમનન : જેમ કે શ્રી અધ્યાત્મકલ્પમને બીજે, પાંચમે, આઠમે, નવમે, અગિયારમે, તેમ અને પંદરમો અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રી જ્ઞાનસાર, શ્રી ઉપદેશમાલા, શ્રી શાંતસુધારસ ગ્રંથ, શ્રી રત્નાકરપશ્ચીશી, શ્રી હૃદયદીપછત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણ જિન સ્તવન વગેરે ગ્રંથનું વાચન. (૫) દ્રવ્યાનુયેગને પ્રાથમિક અભ્યાસ : ચારે અનુગમાં પ્રધાન ચરણકરણાનુગની મહત્તા–સફળતા દ્રવ્યાનુયેગની સાપેક્ષ વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક કક્ષામાં વર્તતા બાલજીને માટે ચરણકરણાનુગ અમુક ક્રિયાઓના શુભ આવનના બળે આત્મિક સંસ્કારના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે. પણ સાધુજીવનમાં તો તે ભૂમિકા પર ચોગ્ય સંસ્કારોનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યાનુયેગની સાપેક્ષપ્રધાનતા (પિતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, (શક્તિક્ષપશમ આદિની અનુકૂળતા હોય તે છ કર્મગ્રંથ. નહિ તે ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે.) શ્રી તત્ત્વાર્થસૂત્ર, શ્રી નયકણિકા, શ્રી પ્રમાણનયતત્ત્વાકાલંકાર અને શ્રી દ્રવ્યગુણ પર્યાયને રાસ, સમકિતના ૬૭ બેલની સક્ઝાય, ગદષ્ટિની સક્ઝાય વગેરે તાત્ત્વિક વિચારના પ્રાથમિક ગ્રંથનું અધ્યયન જરૂરી છે. આમાંના કેટલાક સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માગે તેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org