________________
શાસનનાં શમણીરને ]
[ ૬૩
દંડપ્રક્રિયા
સાધ્વીસમુદાયની વ્યવસ્થા, સંચાલન અને નિનમેના પાલનમાં થયેલા અપરાધ માટે દંડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધ્વીજીએ કરેલા અપરાધના નિવારણ માટે પ્રાયશ્ચિતનું વિધાન છે.
પ્રાયશ્ચિત્તના બે પ્રકાર છેઃ (૧) ઉઘાતિક : એટલે કે અલ્પ દોષને માટે સરળતાથી કરવામાં આવતું પ્રાયશ્ચિત. અને (૨) અનુદ્ધાતિક: એટલે કે ગુરુએ કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્ત રૂપે કરવામાં આવતી કઠોર શિક્ષા.
પ્રાયશ્ચિત વિશેની ઉપરોક્ત માહિતી એ સાધુ-સાધ્વી માટેની છે. વ્યવહારસૂત્રને આધારે સાધ્વીજી માટે છે કે પરિહારતપ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. જ્યારે બૃહકલ્યભાષ્યમાં તેનો નિષેધ કરવામાં આવ્યું છે. સંયમજીવનમાં અપરાધ થાય ત્યારે પ્રાયશ્ચિત્ત કરવું અત્યંત આવશ્યક છે. તે વિશેની જૈનદર્શનની સૂક્ષ્મ વિચારધારા જોઈએ તે અવશ્ય એમ લાગે કે આત્માથી જનોને દોષનિવારણથી કર્મમુક્તિ થવાની તક પ્રાપ્ત થાય છે ને વળી પાછો આત્મા પિતાના માર્ગમાં સ્થિર થઈને આરાધના કરે છે.
શ્રમણ-આચાર સંહિતાની અનેકવિધ વિગતે બૃહકલ્પભાષ્ય, આવકસૂત્ર, પિંડનિર્યુક્તિ, એઘિનિયુક્તિ, આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સ્થાનાંગસૂત્ર, સૂયગડાંગસૂત્ર, ગચ્છાચાર, વિશેષાવશ્યકભાષ્ય, દશવૈકાલિકસૂત્ર વગેરેમાં વિશેષ રીતે દર્શાવવામાં આવી છે. આ ગ્રંથના સંદર્ભથી શ્રમણ સમુદાયના આચાર, આહાર, વસ્ત્ર, પાત્ર, દિનચર્યા, પ્રાયશ્ચિત વગેરે વિષયને લગતી માહિતી પ્રાપ્ત થાય છે. જ્ઞાનપિપાસુ જેને માટે આ ગ્રંથનું અધ્યયન અત્યંત ઉપકારક નીવડશે. શ્રમણી જીવનના વિકાસની કમિક માહિતી શ્રમણના અભ્યદયમાં પથદર્શક બને, સંયમરંગ લાગે એ ભાવના ચરિતાર્થ થાય અને વિશાળ વાચકવર્ગને “સસનેહી પ્યાર હો સંયમ કવ મિલે” એ એક શાશ્વત ભાવના પેદા થાય અને જીવન સંયમપંથે પ્રયાણ કરે તેવી અંતરની અભિલાષા છે.
સંયમજીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન હોય છે. તેની સાચવણી-ખિલવણીને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત પુણ્યરાશિના અતિપ્રકર્ષને પરિણામે મેળવેલ પ્રભુશાસનના લેકેત્તર સંયમની આરાધનાનાં અનુકૂળ સાધનની સફળતા અથાગ્ય શી રીતે મેળવી શકાય તે અંગે શ્રી આચારાંગ આદિ શામાં નાના પ્રકારનું વર્ણન છે તે બધાના આધારે ઉપયોગી અભ્યાસક્રમ અહીં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org