________________
૬૮ ]
[ શાસનનાં શ્રમણરત્ન દુઃખની ખાણ છે અને સંયમ સુખની ખાણ છે. આ વાત બરાબર યાદ રાખવી. (૨૪) કોઈ પણ વાતને કદાગ્રહ ન રાખ. (૨૫) હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. (૨૬) કેઈ પણ વાતમાં “જકારનો પ્રયોગ ન કરે. (૨૭) ગુરુમહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિ. (૨૮) ગુરુમહારાજની અનુકૂળતાએ સાચવવી એ જ સંયમશુદ્ધિ માટે જરૂરી ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. (૨૯) આપણુ હિતની વાત કડવી હોય તે પણ હસતે મુખે સાંભળવી. (૩૦) ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરિયાત ઘટાડવી એ સાધુની સફળતા છે. (૩૧) મરણ ક્યારે ? તેનું કંઈ ધેરણ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. (૩૨) આપણી પ્રશંસા-વખાણ સાંભળી કુલાઈ ન જવું અને નિંદા સાંભળી ક્રોધ ન કરે. (૩૩) “આત્મામાં અનંત શક્તિ છે.” એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી સયમ, જ્ઞાન, ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વીત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. (૩૪) સંયમાનુકૂળ કઈ પણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું. કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તે પણ વિચારોથી કાયર કદી ન બનવું. (૩૫) આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયે ડાકુ છે, તે આત્માનું બધું પુણ્ય-ધન લૂંટી લે છે; માટે ઇન્દ્રિય કહે તેમ ન કરવું, પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું. (૩૬) ખાવાની મધુર સારી ચીજો કે જોવાલાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે. તેનાથી આત્માને અનંત જન્મ-મરણ કરવાં પડે છે; માટે ઈન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું. (૩૭) પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણનો વિજય એ સુખની ચાવી છે માટે જેમ બને તેમ મુનિએ નિસ્પૃહતા કેળવવી જોઈએ. (૩૮) વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી. (૩૯) સાધુ જે સંયમની પાલન આરાધક ભાવથી કરે તે મેક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે.—પણ વિરાધક ભાવથી સંયમ દૂષિત કરે તે નરક-તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે. (૪૦) ગુરુને અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે. (૪૧) શરીરને કેમળ ન બનાવવું. સંયમ–તપ અને સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય રીતે પ્રવતી શરીરને કસ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ. (૪૨) દીક્ષા લીધા પછી મા-બાપ કે સગાં-વહાલાને મોહ ન રખાય. તેમની સાથે ગુજઆજ્ઞા વિના ધર્મની પણ વાત ન થાય. (૪૩) સાપ કાંચળી ઉતારે તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લેઢાના ગેળા જેવા તે ગૃહસ્થો સાથે નિરપેક્ષ રીતે કે સ્વછંદ રીતે સંભાષણ, પરિચય કે પત્રવ્યવહાર સર્વથા ન કરવાં જોઈએ. (૪૪) સાચા સંયમી માટે ગૃહ સાથે પરિચય પાપ છે. (૪૫) પાપને બાપ લેભ છે અને પાપની માતા માયા છે. (૪૬) નકામી વાત કરવી નહિ, તેમ જ સાંભળવી પણ નહિ. (૪૭) જ્ઞાન-દર્શનચારિત્રનાં પ્રોજન વગરની કઈ પણ પ્રવૃત્તિ સંયમી કરવી ન જોઈએ. (૪૮) વિચારમાં ઉદારતા, સ્વાર્થરહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજ્વળતર બનાવવામાં વધુ એકકસપણે ફલવતી થાય છે. (૪૯) “હું જીવમાત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમને અધિકારી છું” આ જાતની જવાબદારી સતત રાખવી જોઈએ જેથી હલકા વિચારે કે શુદ્ર સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. (૫૦) સાધુને ચિંતા હિય તે એક જ કે, “ભવભ્રમણથી શી રીતે બચાય?” અને તે માટે જરૂરી સંયમની પાલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org