________________
૬૨ ]
[ શાસનનાં શ્રમણને સાથે સમજણપૂર્વકની જયણયુક્ત ભાવવિશુદ્ધિવાળી ક્રિયા કરે અને અન્યને તેમાં જોડી શકે તેવી ગ્યતા ધરાવે, કુલીન હૈય, ઉત્સર્ગ અને અપવાદમાર્ગની માહિતીથી વાકેફ હોય, અતિગંભીર હય, સંયમજીવન દીર્ઘકાલીન હેય, વયેવૃદ્ધ હોય, તપ અને સ્વાધ્યાયમાં નિરંતર પ્રવૃત્ત હોય તો આવા ગુણયુક્ત સાધ્વીજીને પ્રવતિની પદવી પ્રદાન કરાય છે. યોગ્યતા પ્રાપ્ત થયા પછી પદપ્રાપ્તિ સહજ બને છે.
પ્રવતિની પદ માટે અભિષેક શબ્દપ્રયોગ પણ થાય છે. જે સાધ્વી પાસે ગછ યા સમુદાયનાં તમામ સાધ્વીની જવાબદારી ઉપાડવાની પરમ પ્રભાવક શક્તિ હય, સારણાદિકમાં નિષ્ણાત હોય અને ગીતાર્થ હોય તેવી પુણ્યશાળી સાધ્વીને મહત્તર પદવી આપી શકાય છે. બૃહત્યભાષ્યમાં પ્રવતિનીની વ્યાખ્યા આ પ્રમાણે છે : 'प्रवर्तिनी सकलसाध्वीनां नायिका ।"
(ભા. ૪, ૪૩૩૯, ટીકા) પ્રવર્તિની સાધ્વીજીનું મુખ્ય કાર્ય પિતાના ગચ્છ યા સમુદાયની સાધ્વીઓની સુરક્ષા, એમને અભ્યાસ, આવશ્યક્તાઓ, ચાતુર્માસ શેષકાળની પ્રવૃત્તિ અને યોગ્ય સ્ત્રીઓને દીક્ષિત કરવી વગેરે જવાબદારીઓ અદા કરવાની રહે છે. ગણાવચ્છેદિની એ પ્રવતિનીપદનો પર્યાયવાચી શબ્દ છે.
ગણિની પદ એ અભિષેકા સમાન છે. કઈ પણ અપરાધ માટે દંડ આપવાનું વિધાન છે. તેમાં પદાનુસાર દંડ અપાય છે. ઉચ્ચ પદવી ધરાવનાર સાધ્વી માટે શિક્ષા અને સામાન્ય સાધ્વી માટે નરમ શિક્ષાને આચાર છે. “ગણિની ની નિયુક્તિ અંગે કેઈ સ્પષ્ટ વિધિ જાણવા મળતી નથી.
મહત્તરિકા—સાધ્વીસમુદાયમાં આ મહત્ત્વનું પદ ગણાય છે. ગચ્છાચારમાં જણાવવામાં આવ્યું છે કે અપરાધની આલોચના આવી સાધ્વી સમક્ષ કરવી જોઈએ. મૂત્રવાર” ગ્રંથમાં ગણિની માટે જ મહત્તરા શબ્દપ્રયોગ થયો છે. જળની મારા ” (મૂલાચાર, ૪/૧૯૨, ટીકા).
યાકિની મહત્તરા” એ ઉલ્લેખ હરિભદ્રસૂરિના સમયમાં પ્રાપ્ત થાય છે. એટલે સાધ્વીઓનાં ચારિત્રપાલનની યોગ્યતા, અભ્યાસ, તપ, દીક્ષા પર્યાય વગેરેને લક્ષમાં રાખીને ઉપરોક્ત પદથી વિભૂષિત કરવામાં આવતી હતી. સાધ્વીસમુદાયની જવાબદારી સ્વીકારીને એક વ્યવસ્થાના અનુશાસનના પાયારૂપ આ પદ અનિવાર્ય અંગ બની રહે છે.
જws
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org