________________
૬૦ ]
[ શાસનનાં શ્રમણીરને કહું નહિ. એટલે કે કઈ સંગાથે વાર્તાલાપ કરું નહિ. એ જ રીતે, મારી પિતાની ઉપાધિની પડિલેહણ કરતાં હું કદાપિ બોલું નહિ. (વડીલના પડિલેહણ વખતે કારણે બેસવું પડે તે જયણા. )
તપાચારથી કર્મક્ષય અને ઇન્દ્રિયની સમતા પ્રાપ્ત થાય છે. શક્તિ અનુસાર તપ કરવા માટેનું આવશ્યક વિધાન આ પ્રમાણે છે :
अट्ठमीचउदीसु करे अहं निश्यियाइंतिन्नेव ।
अंबिलटुगं च कुवे उपवासं वा जहासति ॥ ३० ॥ પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરું. અથવા શક્તિના અભાવે બે આયંબિલ અથવા ત્રણ નિવી વગેરે સ્વશક્તિ પ્રમાણે કરું. કર્મય નિમિત્તે કાઉસગ્ય અને સ્વાધ્યાયની પ્રવૃત્તિ વિશે કવિ જણાવે છે કે,
चउवीसं वीसं वा, लोगस्स करेमि काउसग्गम्मि ।
कम्मखयट्ठा पइदिण सज्झायं वा वि तम्मितं ।। ३४ ।। પ્રતિદિન કર્મક્ષય માટે ચોવીસ કે વીસ લેગસ્સનો કાઉસગ કરું અથવા કાઉસગમાં રહી સ્થિરતાથી એટલું સજ્ઝાયધ્યાન કરું.
સાધુજીવનના આચારનું નિરતિચારપણે ઉપયોગથી (જ્યણા) પાલન કરવા વડે મેક્ષસુખ પ્રાપ્ત થાય છે. તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે
ए ए सव्वे नियमा जे शम्मं पालयंति वेरग्गा ।
तेर्सि डिक्खा गहिआ सहेला सिवसुहफलं डेइ ॥ ४७ ॥ આ સર્વ નિયમને જે આત્માઓ વૈરાગ્યથી સારી રીતે પાળે છે, આધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે. અને તે શિવસુખ ફળને આપે છે.
આ કુલકમાં પંચાચાર, પાંચસમિતિ, ત્રણગુપ્તિ, પાંચ મહાવ્રત, સ્વાધ્યાય, વડીલને વિનય, આહાર, આવશ્યક ક્રિયાઓ વગેરેને લગતા નિયમને ઉલેખ છે. સાંપ્રતકાળમાં આ નિયમનું પાલન યથાર્થપણે થઈ શકે તેવા નિયમ પાળવાથી સાધુજીવન સાર્થક બનીને જિનશાસનની પ્રભાવનામાં નિમિત્તરૂપ બને છે.
(પા. પ૮૫ થી ર૯૭, સાધુ-સાધ્વી ગ્ય ક્રિયાસૂત્ર સાર્થ, સંપાદક : મુનિ કમળવિજ્યજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org