________________
[ ૫૯
શાસનનાં શ્રમણીરત્ન ] શાસ્ત્રવિધિ અનુસાર કરવો જોઈએ. અંતકૃતદશાંગ સૂત્રમાં સાધ્વીજીએ કરેલાં તપનો ઉલ્લેખ નીચે મુજબ છે :
કાળી-રત્નાવતી તપ, સુકાલી-કનકાવતી તપ, સુકૃણુ-સસસપ્તમિકા ભિક્ષુપ્રતિમા તપમહાકાલી–લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, કૃષ્ણ-મહાસિંહ નિષ્ક્રીડિત તપ, મહાકૃષ્ણલધુસર્વતોભદ્ર તપ, પિતૃસેનકૃષ્ણા-મુક્તાવલી તપ, અને મહાન કૃષ્ણ-આયંબિલ-વર્ધમાન તપ વગેરે તપધર્મના આચરણનાં ઉદાહરણો છે.
સંખના : આત્માને શુદ્ધ કરવા માટેનું સર્વથા આહાર-જળનો ત્યાગરૂપ અનશન કરવામાં આવે છે તે સંલેખના કહેવાય છે. સેલેબનામાં ઉપવાસથી શરીર અને જ્ઞાનથી આત્માને શુદ્ધ કરવામાં આવે છે. જ્ઞાતાધર્મકથામાં પિટ્ટીલા સાધ્વીજીએ ભક્ત પ્રત્યાખ્યાનની સંલેપના કરી હતી તેને ઉલ્લેખ છે. સાધ્વીજીના સમાધિમરણના ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. રાજીમતીને સમાધિમરણ પ્રાપ્ત થયું હતું, એ વિશે ચંદ્રગિરિ પહાડ પરથી શિલાલેખ મળે છે. - શ્રી સોમસુંદરસૂરિએ સંવિજ્ઞ સાધુગ્ય નિયમ કુલક્રમની રચના કરી છે. તેમાં સાધુસાધ્વીએ ક્યા કયા નિયમોનું પાલન કરવું તેને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સંયમજીવનના પાયામાં અહિંસા, તપ અને જ્ઞાનની પ્રવૃત્તિ અતિ ઉપકારક ગણાય છે. જ્ઞાનોપાસના વિશે કવિ જણાવે છે :
नाणाराहणहेउं पइदिअहं पचगाहपढणं मे ।
परिवाडीओ गिण्हे पणगाहां णं च सहा य ॥४४॥ અર્થાતુ, જ્ઞાન–આરાધના માટે મારે હંમેશાં પાંચ મૂળ ગાથાએ ભણવી-કંકાગ્ર કરવી અને દરરોજ પાંચ ગાથાઓની અર્થસહિત ગુરુ પાસેથી વાચના લેવી.
સમ્યક્દર્શનની વિશુદ્ધિ માટે દર્શનાચારના નિયમોનું પાલન કરવું. દર્શનાચાર વિશે કવિ જણાવે છે કે,
देवे वंदे निच्चं पणसकत्थहिं एकवारमहं ।
दो तिजिय वा वारा पइजामं वा जहासति ॥ ८ ॥ અર્થાત્ , પાંચ શકસ્તવવડે દરરોજ એક વખત દેવવંદન કરવું. અથવા બે વખત, ત્રણ વખત કે પહેરે પહેરે (ચાર વખત) યથાશક્તિ આળસહિત દેવવંદન કરું. (શક્તિસંગ પ્રમાણે જઘન્યથી એક વખત અને ઉત્કૃષ્ટથી ચાર વખત દેવવંદન કરું છું.)
આહાર અને પ્રતિક્રમણની ક્રિયા વખતે મૌન રાખવું અને બિનજરૂરી વાર્તાલાપ ન કરવા સંબંધી કવિ જણાવે છે :
असणे तह पडिकमणे वयणं वज्जे विसेसकजसिणा ।
सकीयमुवहिं च तहा पडिलेहंतो नबेमिसया ॥१४॥ આહાર-પાણી વાપરતાં તેમ જ પ્રતિકમણ કરતાં કઈ મહત્ત્વના કાર્ય વિના કેઈ ને કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org