________________
શાસનનાં શ્રમણીરત્ના ]
सामायिके स्तवे भक्त्या वन्दनायां प्रतिक्रमे । प्रत्याखाने तनूत्सर्गे वर्तमानस्य संवरः ॥
આ છ આવશ્યકમાં પ્રતિક્રમણ વિશે કેટલીક માહિતી ચિંતન કરવા યોગ્ય છે,
(૧) ઉચ્ચાર પડિકમણુ ~ મળત્યાગ કર્યાં પછી પેાતાના સ્થાન પર જઇને ઇર્ષ્યાપથથી મળિવસન સંબ`ધી લાગેલા દોષની વિચારણાપૂર્વક કરવામાં આવેલું પ્રતિક્રમણ. (ર) પાસવણુ પડિકમણ – મૂત્રત્યાગ કર્યો પછી ઇર્યાપથથી મૂત્રક્રિયા સંબંધી લાગેલા દોષાની વિચારણાયુક્ત પ્રતિક્રમણ. (૩) ઇત્તરીય – દિવસ કે રાત્રિ સંબંધી દોષા લાગ્યા હોય તે માટે કરવામાં આવતુ પ્રતિક્રમણ. (૪) આવકહિય – લેખના કરતી વખતે પાંચ મહાવ્રતા સંબધી દોષોની વિચારણાપૂર્વકનુ પ્રતિક્રમણ. (૫) જકિચિમિચ્છા – જે કોઇ મિથ્યા આચરણ થયું હોય તે માટેનુ પ્રતિક્રમણ. (૬) સેામણતિય -- સ્વપ્નમાં લાગેલા દોષો માટેનુ પ્રતિક્રમણ.
[ ૫૭
સ્થાનાંગસૂત્રમાં પ્રતિક્રમણના ઉપ૨ાક્ત છ ભેદ દર્શાવ્યા છે. ચારિત્રની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ એક અત્યંત આવશ્યક ક્રિયા ગણવામાં આવે છે. મન, વચન અને કાયાના શુભ યાગથી મહાવ્રતે અને અન્ય નાનામોટા દોષ લાગ્યા હોય તેની સ્વસ્થતાપૂર્ણાંકની વિચારણાયુક્ત પ્રતિક્રમણ કરવામાં આવે તે તે સાચા અર્થમાં પ્રાયશ્ચિત્ત બની રહે છે. પુનઃ દ્વેષા ન લાગે તેવી જયણાની ભાવના કેળવવામાં આવું વિશુદ્ધ પ્રતિક્રમણ ગુણવૃદ્ધિમાં પેાષક બની રહે છે.
પ્રતિલેખના : વસ્ત્ર, પાત્ર, અને અન્ય ઉપકરણાનું પડિલેહણ એ પણ દિનચર્ચાનું મહત્ત્વનું અંગ છે. જીવરક્ષા અને અહિંસાધના પાલનમાં તે અગત્યની ક્રિયા ગણાય છે.
આલાચના : એટલે ગુરુ પાસે જઈને લાગેલા ઢાષા પ્રગટ કરવા અને ગુરુએ આપેલુ પ્રાયશ્ચિત્ત કરવું. આધનિયુક્તિમાં આલાચના વિશે નીચે મુજબની નોંધ છે :
' आलोयण त्ति आलोचनमालोचना अपराधामर्यादया । लोचनं दर्शनमाचार्यादेशलोचनेत्यभिधीयते ॥ '
આચાય કે ઉપાધ્યાય સમક્ષ કરેલી આલેચના સર્વોત્તમ છે. પ્રવૃતિની સાધ્વી સમક્ષ પણ આલાચના થઇ શકે છે. ગુરુ ઉપદેશ આપતા હોય, અધ્યયન કરતા હાય, આહાર લેતા હાય, એકાગ્રતાથી સાંભળતા ન હોય ત્યારે આલેાચના પ્રગટ કરવી નહિ.
ધ્યાન : કાઇ એક વિષય પર મનને કેન્દ્રિત કરવાની ક્રિયા તે ધ્યાન છે. સ્થાનાંગસૂત્રમાં ધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા છે : આ ધ્યાન, ધર્માંધ્યાન અને શુક્લધ્યાન. આ અને રૌદ્રધ્યાન અપ્રશસ્ત છે, જ્યારે ધર્મ અને શુક્લધ્યાન પ્રશસ્ત છે. આ અને રૌદ્રધ્યાન દુઃખ અને સસાર સબંધી કમ બંધ કરાવે છે, જ્યારે ધર્મ અને શુધ્યાન મેાક્ષના હેતુવાળું છે. ધમ ધ્યાનમાં રાગ-કષાયેા વગેરે મંદ થઈ જતા હોવાથી કનિરા થતાં આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના કારણરૂપ બની રહે છે.
શા. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org