________________
૫૬ ]
[ શાસનનાં શ્રમણરત્ન લાઈનમાં જવું તે ગત્વા પ્રત્યાગતિ ગોચરી જાણવી. ૩. ગોમૂત્રિકા ગોચરી – ગોચરી માટેની બે લાઈનમાં ક્રમસર વારાફરતી ગેચરી લેવા જવું. પ્રથમ લાઈનના પ્રથમ ઘર પછી બીજી લાઈનના પ્રથમ – એમ વારાફરતી જઈને ગોચરી લેવી. ૪. પતંગવી – પતંગિયાની સમાન કેઈપણ જાતના કમરહિત ગોચરી પ્રાપ્ત કરવી. ૫. પિટાગોચરી – ગામની ચારે દિશામાં આવેલાં ઘરની હારમાળા હોય ત્યાંથી ગોચરી લાવવી. ૬. અધેપેટા ગોચરી – પેટા ગોચરીમાં જોડાયેલી લાઈનની સાથે સીધે સંબંધ ધરાવતી લાઈનમાંથી ગોચરી વહોરવી. અંગ્રેજીમાં “L” આકાર પ્રમાણેનાં ઘરોમાંથી ગોચરી મેળવવી. ૭. અત્યંતર સંબૂકા – ગામના મધ્ય ભાગમાંથી નીકળીને ફરતાં ફરતાં ગામને છેડે પહોંચીને ગોચરી મેળવવી. ૮. બાહ્ય શંભૂકા – ગામના છેડાના આરંભથી ગોચરી શરૂ કરીને ફરતાં ફરતાં મધ્ય ભાગમાં આવી ગોચરી ગ્રહણ કરવી.
કાળ-અભિગ્રહ એટલે ગોચરી જવા માટેના સમયને નિયમ કરે.
ભાવ-અભિગ્રહ એટલે ભજન કરતે હોય, ગાતે હોય, રડતે હેય. બેઠેલ હોય, આમાંથી કેઈ એકની ધારણા કરવી.
આ અભિગ્રહ સત્ત્વશીલ સાધુ માટે છે.
દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનને અર્થ સહિત અભ્યાસ કરેલ હોય તે સાધુ ગોચરી લેવા જઈ શકે છે. આ અભ્યાસને લીધે ગેચરીની વિશુદ્ધિને સમજી શકે છે. નિર્દોષ આહાર લાવનાર સાધુને ઉપવાસનું ફળ મળે છે.
ઉપરોક્ત માહિતી ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાધુજીવનમાં આહારની આવશ્યક્તા માટે કેટલી સૂક્ષમ વિચારણા કરવામાં આવી છે અને આ આહાર પણ અનાસક્તભાવથી લેવાય તો આહારસંશાની તીવ્રતાને મંદ કરી શકાય છે.
- દિવસની થી પિરસીમાં વસ્ત્ર અને પાત્રની પ્રતિક્ષેપના કરીને યથાસ્થાને મૂકવાં. સ્થડિલ ભૂમિનું પરિમાર્જન કરવું. પછી પ્રતિક્રમણ કરવું.
રાત્રિની પ્રથમ પિરસીમાં પ્રતિક્રમણ કરીને ગુરુની સેવા કરવી. પછી સ્વાધ્યાય કરે. પ્રથમ પહેર પૂરી થયા પછી સંથારાપારસી ભણાવવી. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સંથારો કરીને શયન કરવું. રાત્રિના બીજા પહોરમાં સાધુઓ અને આચાર્ય સૂઈ જાય, પણ વૃષભ જાગતા રહે. રાત્રિના બીજા પહેરમાં આચાર્ય જાગે અને ત્રીજા પહેરની શરૂઆત થાય ત્યારે તે વૃષભે કાલગ્રહણ લે. અને પછી સૂઈ જાય, જ્યારે આચાર્ય સૂત્રાર્થ ચિંતન કરે. ચોથા પહેરની શરૂઆતમાં આચાર્ય સૂઈ જાય. સાધુઓ વડે કાલગ્રહણ લેવાઈ ગયા પછી પ્રતિક્રમણ કરે. પછી પ્રતિલેખના કરે.
સૂર્યોદય પહેલાંના પહેરના ચેથા ભાગમાં પાત્રોનું પડિલેહણ કરવું અને ગુરુવંદના કરવી. ગુરુની આજ્ઞા પ્રમાણે કામ કરવું. ગુરુ કઈ કામ ન બતાવે તે સ્વાધ્યાય કરે. બીજો અને ત્રીજે પહોર ધ્યાન અને ભેજન માટે છે. ચેથા પ્રહરમાં પ્રતિલેખના કરવાની છે. ત્યાર પછી પુનઃ સ્વાધ્યાય કરવાને ક્રમ છે. આવશ્યક ક્રિયાઓ પણ ભાવવિશુદ્ધિથી કરવી. સામાયિક, સ્તવન, વંદન, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ, પ્રત્યાખ્યાન, પ્રતિલેખન, આલોચના, ધ્યાન, સ્વાધ્યાય, ભિક્ષાપ્રાપ્તિ વગેરે દૈનિક કૃત્ય છે. યોગસારપ્રામૃતમાં પડાવશ્યક વિશે નીચે પ્રમાણેને ઉલ્લેખ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org