________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ પપ ( ૪ ).
સાધ્વીજીની દિનચર્યા - સાધુ-સાધ્વીની દિનચર્યા વિશે ઉત્તરાધ્યયન સૂત્રમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. દિવસ અને રાતના સમયને ચાર ચાર પ્રહરમાં વિભાજિત કરવામાં આવે છે. દિવસના ચાર પ્રહર અને રાતના ચારે પ્રહરની દૈનિક પ્રવૃત્તિઓ જુદી જુદી છે. ઉત્તરાધ્યયનને આ અંગે પાઠ નીચે મુજબ છે:
पढमें पोरिसिं सज्झाणं वीयं झाणं झियायई ।
तइयासे भिक्खाभरियं पुणो चउत्थीह सज्झायं ॥ २६-१२ ॥ પહેલી પિસિમાં સ્વાધ્યાય, બીજીમાં ધ્યાન, ત્રીજમાં ભિક્ષા અને ચોથીમાં પુનઃ સ્વાધ્યાય કરે. આ પ્રમાણે દિવસના ચાર પ્રહરની કામગીરી છે.
રાત્રિના ચાર પહોરમાં પહેલામાં સ્વધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં શયન અને ચોથામાં સ્વાધ્યાય-એમ કમ છે.
સૂર્યોદયથી પિણે પહોર સુધી સ્વાધ્યાય કરે એ સૂત્રી કહેવાય છે. ત્યાર પછી પાત્રપડિલેહણ કરવાનું હોય છે. બીજી પિરસમાં અર્થચિંતન કરવાનું છે. જેઓ અભ્યાસમાં મંદ હોય તેઓ મૂળપાઠ પણ કરે છે. પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે, “છતી શક્તિએ સ્વાધ્યાય નહિ કરનાર આત્માઓ ભવિષ્યમાં વિપરીત માગે ચડીને ઉન્માદી બને છે. અથવા તેમને શરીરમાં ભયંકર રોગો પેદા થાય છે. અથવા તેઓ ચારિત્રધર્મથી ભ્રષ્ટ થાય છે.'
બીજી અર્થ પિરસી પૂર્ણ થયા પછી સાધુએ જિનાલયે જઈને વિધિપૂર્વક પ્રભુદર્શન અને ચૈત્યવંદન કરવાનું હોય છે. પાંચ તિથિએ અન્ય ચૈત્યનાં દર્શન કરવા જોઈએ.
ત્રીજી પિરસમાં ગોચર-ગ્રહણ અને સ્થડિલગમનની ક્રિયા કરવાની હોય છે.
ગોચરના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે: (૧) સર્વસંપન્કર-ચારિત્રમાં ઉપકારક, અનાસક્તભાવથી ભ્રમરવૃત્તિ રાખીને ગોચરી ગ્રહણ કરવી. (૨) પૌરુષની–એક જ જગ્યાએથી વધુ ગોચરી લેવી અથવા નજીકનાં ઘરમાંથી જ લેવી. આવી ગોચરી લેનાર સાધુ પુરુષાર્થને હણે છે. એટલે પૌરુષની ગોચરી કહેવાય છે. (૩) વૃત્તિકરી–આજીવિકા ચલાવવા માટેની ભિક્ષા.
અભિગ્રહથી ભિક્ષા ગ્રહણ કરવી એ પણ સાધુ માટે આહાર સંજ્ઞાથી મુક્ત થવા કે નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. અમુક વસ્તુ જ ગ્રહણ કરવી એ દ્રવ્યથી અભિગ્રહ કરે. ગોચરી માટે આઠ પ્રકારનાં ક્ષેત્ર છે તે અંગે નિયમ કરે તે ક્ષેત્રથી ગોચરી કહેવાય છે. આઠ પ્રકારની ગોચરી નીચે મુજબ છે.
૧. ત્રાજવી ગોચરી – ધી ગોચરી. ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા પછી કઈ એક જ લાઈન (મકાનની હારમાળા)માં ગોચરી વહેરવી. પછી અન્ય જગ્યાએ જવું નહિ. ૨. ગવા પ્રત્યાગતિ–એક લાઈનમાં ગોચરી માટે ગયા પછી જરૂરી ગોચરી ન મળી હોય તો બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org