________________
કરાને નથી કાઢવે, તમારે જે કરવું હોય તે કરી લે, માટે પાછી એ પહેલેથી કહી દે છે -
હું તમને સાફ કહી દઉં છું કે હવે તમે એને રાખશે તે હું પાણીનું ટીંપુ પણ લેનાર નથી”
વાત કેવી રીતે ઉપાડી? એને રાખે કે મને પણ પછી કહી દીધું, “કરાને દૂર ન કરે તે ભૂખી-તરસી હું મરી જાઉં” શ્રેષનાં નાટક જબરાં છે. કેલા જીવને વિકલ્પના પર કઈ અંકુશ નથી. સુમાર્ગ છેડી ઉન્માર્ગે ચઢનારને કેઈ અટકાવનાર નથી. આવી પરિસ્થિતિમાં ઉન્માર્ગે, કષાયના કે પાપના માર્ગે ચઢતાં પહેલાં જ વિચાર કરવા જેવું છે કે “સામે સંગ ગમે તે હોય, પણ મારે આગળ વધવું તે કેટલું વ્યાજબી છે? ભલે સામે જ ગુનેગાર હોય, મારે ગુને ન હોય, પણ મારે ઉન્માર્ગ, કષાય કે પાપને રસ્તે લેતાં વિચાર કરવા જેવું છે. એમાં ફસાઈ ગયો તે કેઇ રેકનાર નથી.”
મનુષ્યના જીવનમાં ધર્મના અંકુશવાળું જીવન એટલે આ, કે પાપની કાર્યવાહી કરતાં પહેલાં થોભી જાય. મગજની ભઠ્ઠી ગરમ થઈ ગયા પછી એને ઠંડી કરવી મુશ્કેલ પડશે. માટે પહેલેથી જ અગ્નિ ન સળગવા દેવો.
જલિનીએ વૈરની ગાંઠ બાંધી છે, એટલે સામે જીવ ઉત્તમ છતાં એની સામે ઘોર અધમતા કરે છે! જગતમાં આ ચાલતું આવ્યું છે. સામાનું પુણ્ય તપતું હોય એટલે વળે કંઈ નહિ! પણ આ વરનું કરેલું નિયાણું ભયંકર