________________
કરવાની ટેવ. ફાધરના કહેવાથી એક વણિક શેઠને કામ માટે પૂછવા જવાનું થયું. નાની ઉંમર એટલે રમવા જવામાં ઉતાવળ હતી, પેલા શેઠ જવાબ ના આપે ને ગલુડિયાને રમાડ રમાડ કરે. તે આમને અકળામણ થાય. છેવટે ગલૂડિયાની પૂંછડી દબાવી, તે ગલૂડિયાએ શેઠને બચકું ભરી લીધું. તે પછી શેઠ કુરકુરિયાને મારવા માંડ્યા. મૂળ ગુનેગાર કોણ છે એ જાણતા નથી, તેથી નિમિત્તને બચકાં ભરવા તે આનું નામ ! આમ નાની ઉંમરથી કર્તા-નિમિત્તના સિદ્ધાંતોની સમજણ શરૂ થઈ ગઈ હતી.
નાનપણમાં પોતાનો ટુવાલ કોઈ આરામથી વાપરે અને પોતે અહીં દુઃખી થાય, તે પ્રસંગ પરથી જ્ઞાન જડ્યું કે ભોગવું છું હું, તો ભૂલ મારી !
ન્યાય ખોળવા જતા માર પડતો, તેથી સમજાયું કે જે બને છે તે આપણા કર્મના ઉદય પ્રમાણે જ.
નાના હોય ત્યારે પેનથી રમતા. પેનના ટૂકડા નાની ડબ્બીમાં દૂરથી નાખવાના. પોતે ધાર્યા વગર નાખે તોયે પેન ડબ્બીમાં પડે ! મને તો આવડતું નહોતું તો આ કર્યું કોણે ? રમત રમતા રમતા જડ્યું કે આ બધું છે વ્યવસ્થિત !
જીવનમાં નાના-મોટા પ્રસંગો જાણ્યા બાદ પ્રશ્ન તો ઊભો થાય ને કે કયા આધારે આવું અદ્ભુત જ્ઞાન પ્રગટ થયું ? દાદાશ્રી કહે છે કે અમને આ “બટ નેચરલ', કુદરતી રીતે જ જ્ઞાન પ્રગટ થયું છે ! તેઓ દિલના સાચા હતા, સિન્સિઅર હતા અને છૂટવાની કામના હતી, તેથી સમકિત જેવું કંઈક થશે, એવો ભાવ રહેતો. પણ આ તો પૂર્ણ અજવાળું થઈ ગયું ! લોકોનીયે પુણ્ય હશે, વિશ્વનું કલ્યાણ થવાનું હશે, તે આવા અજાયબ જ્ઞાની પ્રગટ્યા અને આવું અદ્ભુત અક્રમ વિજ્ઞાન પ્રગટ્યું !
47