________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
૨૭૧
દિવાળીબા : નાનપણથી જ.
તે દહાડે ઓઝલ, પડદા બહુ. બે ઘર વચ્ચે અમારી બાજુ એક બારણું હતું, મોટું ખડકી દેવું. અમારા બે ઘર, મારા સગા કાકા સસરા ને અમારું, મંગળભાઈનું ને મૂળજીભાઈનું. અને એ જેઠ હતા તે ગજેરા પૈણેલા મારા કુટુંબમાં જ પણ એનો સ્વભાવ બહુ છે તે અદેખાઈવાળો હતો, ઈર્ષાવાળો. મારા બાએ મને બહુ આપેલું. એને ઓરમાણ સાસુ હતી, એટલે એ બેનને ઓરમાણ મા, તે બહુ કપડાંનું કે એવું આપેલું નહીં. એટલે એને ઈર્ષ્યા આવે. તે બા તરસાળી ગયા અને બા ભેંસ રાખતા'તા, તે પેલી ભોયણો છાશ લેવા આવે. તે દહાડે ઘેર-ઘેર ભેંસ હતી. ભેંસો બધા રાખતા ભાદરણમાં અને ઘેર-ઘેર કોદરાના છોડ, આટલે આટલે સુધી પગ જાય એવા, આ મારું જોયેલું બધું. કોદરાના છોડો ભૈડે ગોળીઓ. તે આપણે આ ગાયો રાખે પેલી ભરવાડણો, તે આવડી આવડા માટલા લઈને છાશ લેવા આવે. તે બા તરસાળી ગયેલા અને મારે વલોવવાનું. મારી નાની ઉંમર પણ બધું અંબાલાલ મને કરાવવા લાગે. પછી છે ને, તે જેઠની લાજ કઢાવેલી બનેવી થાય તોય. મેડે કામ કરતા'તા, તે મારે નીચે જવું હોય તો પેલા ઉંબરા વચ્ચે બેસે. પછી અંબાલાલને તો રીસ ચઢીને તે લાકડી લઈને નીચે આવ્યા અને કહે, “અહીંથી ઊઠો છો કે નથી ઊઠતા ? ઊઠો, જાવ બહાર ! અહીં શું કરવા વચ્ચે બેઠા છો ? નહીં તો આ લાકડીથી ફટકારું છું.’ આ ચૌદ-પંદર વરસના અંબાલાલ, એટલે પેલા નાઠા. મારે સંડાસ જવું હોય, બાથરૂમ જવું હોય તોય એને અદેખાઈ આવે તે ઉંબરા વચ્ચે બેસે. પડદા તે દહાડે, તે મારાથી ના જવાય. આ કોઈ પુરુષ બેઠો હોય તો લાજ કાઢવાની છે. અને બા કહે, ‘બનેવી થાય ને !” “એ તો ગાંડો છે,” બા એવું કહે. એની લાજ કાઢવાની નહીં, તે તો મારી જાય એવો છે. અંબાલાલ એની પાછળ દોડ્યા. તે અંબાલાલની ધાક લાગી, તે નાસીને જતો રહ્યો.
સંસારતો મોહ નહોતો પ્રશ્નકર્તા ઃ તમે દાદાનું કહેતા’તાને કે દાદાને પરણ્યા પછી મોહ નહોતો સંસારનો. હીરાબા દસ વરસ પિયર રહ્યા'તા.