________________
૩૬૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
જમીન ઉપર તે દહાડે સાપ બહુ, વીંછીય પુષ્કળ, બાર મહિનામાં છસ્સો સાપ તો દેખાય માણસને. ચોર-બહારવટિયાની પણ બીક લાગતી.
પ્રશ્નકર્તા: ઓહો !
દાદાશ્રી : અને અત્યારે આને બાર મહિનામાં કેટલા સાપ દેખાતા હશે?
પ્રશ્નકર્તા : મેં તો હમણાં જોયો જ નથી, પહેલાં જોયા હશે પણ બહુ નહીં. પણ દાદા, એનું કારણ એ કે તમારે જંગલોમાં ઘણું રહેવાનું થતું'તું. પેલા રત્નાગિરી બાજુ જંગલમાં લાકડાં લેવા જવાનું એટલે પછી ત્યાં સાપ દેખાય જ ને, એનો વાસો જ ત્યાંને !
દાદાશ્રી : અમારે ઘેરેય બહુ જોયેલા. અમે જંગલમાં જોયા તેના કરતા ઘેર વધારે જોયેલા. તે દહાડે ઘર આંગણે બહુ સાપ રહેતા'તા ગામોમાં. કારણ કે લોકોના આમેય બે-ચાર ઘર પડી ગયા હોય, કોઈ વાડા હોય, મહીં ભરાઈ રહે. તે બધા લાકડાં મૂકી રાખે, કરાંઠો મૂકી રાખે. એય મોટા-મોટા નાગ ! પાછા ખેતરમાંય ફરવા જઈએ ને મહીં, કેરીઓ ખાવા જઈએ, ફલાણે જઈએ, તે સાપ દેખાય બહાર.
પ્રશ્નકર્તા: ચોમાસામાં બહુ નીકળે. કારણ કે જમીન બધી બોદાઈ ગઈ હોય એટલે બહાર નીકળી જાય.
દાદાશ્રી : હા, એટલે નીકળે. અને શહેરોમાં વીંછી તો રોજ બેત્રણ દેખાય. ઉપરથી પડે હઉ, આપણે સૂઈ ગયા હોય તો આંખ પર પડે.
પ્રશ્નકર્તા: હવે એવું નથી, હવે તો માણસોની વસ્તી વધી ગઈ.
દાદાશ્રી : હંઅ, એવું નહીં. તે દહાડે આ ગટરો નહોતી. તે દહાડે તો સંડાસ પેલા ખુલ્લા હતા ને ગટર બધી ખુલ્લી અને અત્યારે તો મહીં પેલું પાણી એ ભરાઈ રહેને ગલીટેપમાં. તે મહીં આવવા-જવાનો રસ્તો બંધ, એટલે ગટરમાંથી નીકળીને બહાર ના અવાય. ત્યારે પેલું સીધું જ આવતા'તા.
કલ્પનાને લીધે ભાભીના ભૂતતી ભ્રમણા પ્રશ્નકર્તા: આપે કહ્યું કે ભૂતનો ભય લાગતો, તે ભૂત જોયેલું ?