________________
૩૮૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મૂકેલા. મૂળ હેતુ ખરાબ નહોતો આ. જે લોકો ચોરીઓ, લુચ્ચાઈઓ કરતા ભડકતા ન હતા, એ પાપ કરે ત્યારે લોક શું કહે ? આ બ્રાહ્મણો શું કરે ? જો તું મરીશ ને, ત્યારે જમરા આવશે અને તને મારતા મારતા ત્યાં લઈ જશે. એના મનમાં ભય ઘાલો, કે જેથી ખોટા કર્મ ઓછા બાંધે. એટલે દબાણ સારુ લોકોને આ કહેલ.
પ્રશ્નકર્તા : શિસ્તમાં રાખવા માટે,
દાદાશ્રી : એ સમજે છે કે આ પબ્લિક છે તે જે ખોટા કામ કરે છે ને, તે આપણે જમરાનું નામ ઘાલો એટલે ખોટા કામ કરતા અટકી જાય. હા, એટલે એ થોડો વખત ચાલ્યું. એટલે થોડોક લાભ રહ્યો પણ એનો પાછો ગેરલાભ ઊભો થઈ જાય. હંમેશાં ખોટાથી લાભ લેવો નહીં. આ બધા રૂપકો અવળા પડ્યા છે. હવે આ રૂપકો ના સમજે તો શું થાય માણસનું ?
પાપ ઓછા થયા નહીં તે જમરા રહી ગયા એટલે એમ કરીને તે કંઈ આપણા લોકોના પાપ ઓછા થયા નહીં ને જમરા રહી ગયા. તે ઊંધું ઘાલ્યું તો ખોટા કામેય ચાલુ રહ્યા ને આવે ચાલું રહ્યું. જો પાપ ઓછા થયા હોત તો હું જાણત કે આ રૂપક આપેલું કામ લાગ્યું. પાપ વધ્યા ને જમરા રહી ગયા. ભયેય ચાલુ રહ્યો અને આયે ચાલુ રહ્યું. જૂઠું જ્ઞાન ક્યાં સુધી હેલ્પ કરે ? ના હેલ્પ કરે. એવું ખોટું દેખાડવાનો અર્થ નથી, એના કરતા જેમ છે એમ કહી દો ને ! અને શિખવાડો કે આ શાનાથી જવાબદારી ઊભી થાય છે !
પ્રશ્નકર્તા : પણ એની પાછળ આશય તો શુભ છે ને આમ તો ? ખોટા કામથી બીવે એવો આશય એટલે એ શુભ આશય છે ને એમ ?
દાદાશ્રી : શુભ આશય આવો ના હોય. શુભ આશયવાળું પાંચ-દસ ટકા નુકસાન કરે એવું હોય, જ્યારે અહીંયા પંચાણું ટકા નુકસાન કરે છે ! આને તો પકડી મંગાવા જોઈએ. કોણે ઊભું કર્યું છે આ તોફાન ?
પ્રશ્નકર્તા: એનું મૂળ મળવું મુશ્કેલ છે.