Book Title: Gnani Purush Ppart 01
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 473
________________ [૧૦.૧૦] જ્ઞાતીના લક્ષણ, તાતપણથી ઉતાવળિયો અને ટીખળી સ્વભાવ આ ‘નિમિત્તને બચકાં’ શબ્દ શાથી મને આવડે છે ? એનું કારણ શું ? હું નાની ઉંમરનો હતો આઠ-નવ વર્ષનો, ત્યારે નિમિત્તને બચકાં ભરવા એટલે શું, એ સમજ્યો હતો. હું નાનપણમાં જરા ટીખળી સ્વભાવનો હતો. ઉતાવળિયો, મિજાજ પાવરફુલ, તે સળી કરવાની ટેવ. ત્યારે અમારા ફળિયામાં એક વાણિયા શેઠ રહેતા હતા. તે મારા ફાધરે ચિઠ્ઠી લખી આપેલી. એ કહે, ‘આ લલ્લુ શેઠને આપી આવ. આટલું કામ કરવાનું છે તારે. આ કાગળ આપી આવજે અને પછી શું જવાબ આપે છે તે કાગળમાં લખાવી લાવ. અગર તો મોઢે શું કહે છે તે જવાબ લેતો આવ.’ મારે તો ૨મવા જવાનું હોય અને ફાધરે આ મને વળગાડ્યું એટલે ના કહેવાય નહીં ને ! ફાધર તો બધાને હોય ને કે મને એકલાને હતા ? નવે નવા હોય તો જાણે ઠીક છે, પૂજા કરીએ પણ બધાને ફાધરનું કહેલું કરવું તો પડે ને ! એટલે પછી એ ચિઠ્ઠી લઈને ગયો. કૂતરાને રમાડવામાં ચિત્ત, મારી વાત ક્યાંથી સાંભળે ? એ શેઠે છે તે અમારા ફળિયામાં એક ગલૂડિયું પાળેલું. એને જરા દૂધ પાય, ખવડાવે અને રમાડ્યા કરે આખો દહાડો. એમને છોકરો-બોકરો

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480