________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
તોય મોટા વાણિયાનેય ગાંઠું નહીં. મેં જાણ્યું કે આ વાણિયો ઊઠવાનો નથી આમ સીધી રીતે. આ કૂતરા ઉપર બહુ વહાલ કરે છે ને, તે વહાલ જરા એમને દેખાડવા દો. એટલે મેં જાણ્યું કે પાંચ-દસ મિનિટ થઈ, હજુ સુધી મહીં પેટમાં પાણી હાલતું નથી મૂઆને. હું કહું છું તેની કંઈ એને અસર થતી નથી. મને આ ના પોસાય. હું પટેલને, અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએ. તલવાર મારીએ એવા લોકો અમે, અને મને અમથો આ બેસાડી રાખે છે ? એટલે મને તો સહન ના થાય ને ! લોહી ઊકળે અમારું. એટલે
૪૧૮
પછી મને એક મોટી કટેવ એવી કે આ મારી બુદ્ધિ અંતરાયેલી ને, તે ટીખળ કરવાની બહુ ટેવ.
ગુનેગાર જાણ્યા વગર તિમિત્તતે બચકાં ભરે
તે પેલા કૂતરાને રમાડતા’તા. એટલે મેં શું કર્યું ? ‘કેમ શેઠ, જમીને બેઠા ?’ ત્યારે કહે, ‘હા, જમીને બેઠો.’ મેં કહ્યું, ‘સારું.’ હું એલર્ટ વધારે એટલે પછી મેં રસ્તો ખોળી કાઢ્યો. એ આમ કૂતરું રમાડ રમાડ કરતા હતા તે અહીં આગળ મોઢું અને અહીં માથે આમ હાથ ફેરવ ફેરવ કરે અને પૂંછડી આ બાજુ હતી. તે હું બેઠો હતો ને, એ બાજુ. મેં સારું કરીને પૂંછડી દબાવી અને એવી આમ મચેડી, એવી મચેડી ખરેખરી, તે કૂતરાએ ચીસ પાડી. ચીસ તો પાડી પણ કૂતરાનો સ્વભાવ કેવો કે જ્યાં એનું મોઢું હોય ત્યાં બચકું ભરી લે, તે કૂતરાનું મોઢું શેઠના પગ આગળ હતું. તે શેઠને બચકું ભરી લીધું. શેઠે જાણ્યું કે આ કૂતરું ખરાબ છે, આજ બગડ્યું છે, તે કૂતરાને ધીબેડી નાખ્યું. મેં કહ્યું, ‘મારશો નહીં.’ ત્યારે કહે, ‘કેમ ? મારો કૂતરો મને બચકું ભરે નહીં, આજે કેમ ભર્યું ? મારું કૂતરું મને કૈડે છે ?” ત્યારે મારા મનમાં એમ કે ‘મારે લીધે બિચારા કૂતરાને માર ખાવો પડે છે.’ મેં શેઠને કહ્યું, ‘આ કૂતરાએ જે કર્યું એવું તમે કરો છો પાછા ? જેનો ગુનો છે તેને નથી મારતા ને કૂતરાને મારો છો ! આ નિમિત્તને બચકાં શું કરવા ભરો છો ? કોણ ગુનેગાર છે એ ખોળી કાઢો ?' ત્યારે કહે, ‘મને બચકું ભરી લીધું કૂતરાએ. મને કહ્યું આ ! એ તો સારું થયું કે દાંત બેઠા નહીં અને આ એને સારું ટીપું એટલે ખસી ગયું, નહીં તો દાંત પેસી જાત.’ મેં કહ્યું, ‘કૂતરાનો દોષ નથી.’