________________
[૧૦.૧૦] જ્ઞાનીના લક્ષણ, નાનપણથી
હતો નહીં. તે આમ ખુરશીમાં બેઠા બેઠા એનું મોઢું આમ આમ આમ રમાડ રમાડ કર્યા કરે. મેં ચિઠ્ઠી આપીને તે હાથમાં ઝાલી રાખેલી. વાંચે-કરે નહીં અને મને તો ઉતાવળથી પાછું આવવાનું કહેલું. ‘ચીઠ્ઠી આપી એ શું કહે છે' કહેજે. હું તો એમને કહેવા ગયો. નાની ઉંમર એટલે બહાર રમવામાં ચિત્ત હોય. તે શેઠ તો બેસાડી રાખે ત્યાં, હું કંઈ સુધી બેસી રહું ? અને એ કૂતરાને ૨માડ્યા કરે પણ મારી વાત બરોબર પૂરેપૂરી સાંભળે નહીં ને ‘હા, થાય છે’ કહે, જવાબ જ ના આપે.
૪૧૭
એટલે મને રીસ ચડી, ત્યારે મારે ઉતાવળ હતી રમવા જવાની. મેં કહ્યું, ‘આ મારી વાત સાંભળો, કૂતરાને શું ૨માડ રમાડ કરો છો આવડા મોટા થયા ને ?' આ કૂતરાના શોખમાં પડેલો માણસ, માણસનો શોખ નથી ને કૂતરાનો શોખ છે, એ માણસમાં ક્યારે મારો પાર આવશે ?
મને તો મહીં આમ હતપત હતપત થયા કરે ને પેલા કશું ના બોલે કે ચાલે ! મેં કહ્યું, ‘આમનું ચિત્ત આ કૂતરામાં છે. આમના ચિત્તનું ઠેકાણું નથી. મારે કામ છે ને આ કરતા નથી અને આમ પેલા કૂતરાને મિત્રાચારી કરે છે.’
ક્ષત્રિયપુત્ર તે મગજ તોફાતી, તે શેઠજ્ઞેય ન ગાંઠું
મને થયું કે આ કઈ જાતનો માણસ છે ! મેં કહ્યું, ‘જવાબ તો આપી દો, મારે જવાનું છે.’ એટલે પછી મેં કીધું, ‘શેઠ, શું કહો છો ?’ ત્યારે કહે, ‘હું કહું છું તને, બેસ ને.’ પછી મારા કાગળની તો વાત ક્યાં ગઈ અને કૂતરું ૨માડ્યા કરે. મારું મગજ ચડી ગયું. ‘ના’ કહી દે કે ‘હા’ કહી દે. ‘ના’ કહે તો ઊઠીને ચાલતો થઈ જાઉ. પણ એ નથી ‘ના’ કહેતા કે નથી ‘હા’ બોલતા. અને તે દહાડે જ્ઞાન નહોતું એટલે મનમાં તો એવું જ થાય ને, ઢેખાળો મારવાનું. થાય કે ના થાય ? હું તો ઉતાવળિયો ને મગજ તોફાની. મેં કહ્યું, ‘આ મને કંઈ સુધી બેસાડી રાખશે ?” એટલે મેં કહ્યું, ‘શેઠ, આ પેલો કાગળ વાંચીને.’ ત્યારે કહે, બેસ ને, થાય છે હમણે. ઉતાવળ શું છે ?” મેં કહ્યું તેનાથી કંઈ ઈમોશનલ થયા નહીં. એટલે હું સમજી ગયો કે આ વાણિયો જવાબ આપવાનો નથી. હું તો નાનો હતો