________________
૪૨૨
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નાખે. તે બધા ધારી ધારીને નાખે. તે સાતમાંથી ત્રણ-ચાર ડબ્બીમાં પડીને બહાર નીકળી જાય ને હું એમ ને એમ ધાર્યા વગર નાખું તે ચાર-પાંચ પેનો ડબ્બીમાં પડે. તે હું વિચારું કે જો આપણે કર્તા હોત તો મારી એક્ય પેન ડબ્બીમાં ના જાય. કારણ મને તો આવડતું નહોતું ને પેલા ધારી ધારીને નાખે તોય ના પડે. આવું છે બધું વ્યવસ્થિત !
દિલના સાચાને “સાચું મળ્યું પ્રશ્નકર્તા : પણ આપને અક્રમ જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું ? એમ સહજ એની મેળે કે પછી કંઈ ચિંતન કર્યું ?
દાદાશ્રી : એની મેળે, બટ નેચરલ’ થયું ! અમે કશું આવું ચિંતન કરેલું નહીં. અમને તો આટલું બધું હોય ક્યાંથી ? અમે તો એવું માનતા હતા કે કંઈક આ બાજુનું ફળ આવે એવું લાગે છે. સાચા દિલના હતા, સાચા દિલથી કરેલું હતું, એટલે એવું કંઈક ફળ આવશે, કંઈક સમકિત જેવું થશે, લાગેલું. કંઈક સમકિતનો આભાસ થશે, એનું અજવાળું થશે. તેને બદલે આ આખું અજવાળું થઈ ગયું !