________________
[૧૦.૧૦] જ્ઞાનીના લક્ષણ, નાનપણથી
૪૨૧
જડ્યું ‘ભોગવે એની ભૂલ' પ્રશ્નકર્તા આપ જે જ્ઞાનની ચાવી અમને આપો છો, તેનો નાની વયમાં કોઈ અનુભવ થયો હતો ?
દાદાશ્રી : આ નાનપણમાં કોઈ અમારો ટુવાલ લઈને જાય અને પછી આરામથી વાપરે. તે ટુવાલનો માલિક હું, તે મને ચીઢ ચઢી જતી. આ તો શું, કે બીજાના છોકરાને ચીઢ ચઢેલા જોઈને શીખી ગયેલો. તે પછી સમજાયું કે આ ચીઢ કરીએ તો ખોટનો વેપાર. આ તો “હું અહીં ભોગવું અને પેલો આરામથી ટુવાલ વાપરે ! તે પછી આવો વેપાર જ બંધ કરી દીધેલો. આ તો ભોગવે એની જ ભૂલ ને !
બળતરા થતા હિસાબ કાઢી શોધ્યું, “બન્યું તે ન્યાય'
હું નાનો હતો ત્યારે મારા બાપા પાસે મેં ચાર આના માગ્યા. તે આપતા નહોતા. તે મારી બાએ સિફારિશ કરી કે છોકરાને શું કામ રડાવો છો ? આપોને એને. ત્યારે મેં કહ્યું, ‘બા, તમારી સિફારિશ મારે નથી જોઈતી. હું મારું ફોડી લઈશ.”
એટલે ત્યારે મને નાનપણમાં વગર લાકડાનું જલાઉ (બળતરા) થયેલું. પણ હિસાબ કાઢેલો કે આ આપણે આખી રાત ડૂસકા ભરવા એ અનર્થ દંડ છે. બાપુજી પાસે પૈસા ના હોય તો મને ન આપે. તેમને ન્યાય લાગે એટલે તે ઊંધે અને હું આખી રાત જાગીને બગાડું તેનો શો અર્થ?
હું નાનપણથી ન્યાય ખોળવા જતો હતો, તે બધેથી મને માર પડેલો. ન્યાય ના મળે તો આની જોડે મારા કર્મના ઉદય કેટલા રાશી છે એની ખબર પડે.
લોક કહે કે આ ન્યાય છે, પણ એવું બને નહીં ને ! બને એ તો આપણા કર્મના ઉદય પ્રમાણે.
વ્યવસ્થિત ખોળ્યું નાનપણમાં અમે નાનપણમાં પેનોથી રમીએ. પેનોના નાના ટૂકડા ડબ્બીમાં