________________
૪૨૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નિમિત્તને બચકાં ભરે તે સમજાય પણ માણસો જો નિમિત્તને બચકાં ભરે તો કૂતરામાં ને એમાં ફેર શો રહ્યો? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા: કાંઈ જ ફેર નહીં બન્નેમાં. દાદાશ્રી : હં. દાખલો કંઈ હેલ્પ કરશે આ, હું વાત કરું છું તે ?
આ બહુ ભારે “સાયન્સ” છે ! હું કહું છું તે બહુ ઝીણું સાયન્સ છે ! જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે !
નિમિત્તને બચકાં ન ભરે તે ભગવાન થાય
આ જગત નિમિત્ત જ છે, પણ આપણા લોકોને નિમિત્તને બચકાં ભરવાની ટેવ પડી છે. ત્યારથી ખબર પડી ગઈ, કે કૂતરું વફાદાર નથી. વફાદાર હોત તો કૂતરું કરડે ? દબાવે તેને કેડે, શેઠને ના કરડે. એક આ વાઘની એવી દૃષ્ટિ હોય છે, કે મારનાર તરફ જ જાય. ક્યાંથી ગોળી આવી ? ત્યાં જ નિશાન જાય.
પ્રશ્નકર્તા ઃ એમ?
દાદાશ્રી : હા, અમારે એવું બનેલું ને, આ એક કમ્પાઉન્ડમાં વાઘને આંતરીને પકડી મંગાવ્યો. કમ્પાઉન્ડમાં નીચે ચોગરદમ બધી એ (વાડ) રાખી. પછી કમ્પાઉન્ડમાં છૂટો મૂક્યો અને શોખની ખાતર, ચોથે માળના ઝરૂખેથી એને ગોળી મારી. વાઘેય ગોળી આવી કે અહીં રહીને આમ અડીને ગઈ પણ એને વાગી નહીં પણ એણે નિશાન તાક્યું કે આ આવી ક્યાંથી ? તે પહેલે માળે કૂદકો માર્યો, બીજે માર્યો, ત્રીજે માર્યો પણ ઠેઠ ના પહોંચાયું. એ કેટલો જાંબાઝ કહેવાય, ઊભા કૂદકા મારવા તે ! પહેલો એક કૂદકો માર્યો, પહેલે માળે પણ પછી ઊભા કૂદકા મારવાના ને ! તે ના પહોંચી વળ્યો છે. પણ જો એનું ચાલત તો આવી જાત ને ! તે બચકાં ના ભરે આવા નિમિત્તને. એટલે બધાય જાનવરો કંઈ એવા નથી હોતા, અમુક અમુક હોય છે એવા. અને જો નિમિત્તને બચકાં ના ભરતો હોય તો એ ભગવાન થાય. આ કરેક્ટ થર્મોમિટર આપણી પાસે છે ને ? થર્મોમિટર છે કે નહીં?
પ્રશ્નકર્તા : થર્મોમિટર છે, હા.