________________
[૧૦.૯] સાચા ગુરુની ઓળખ પહેલેથી જ
૪૧૫
પોતાના ધારેલ રસ્તે ચાલી છેવટે ખોળી કાવ્યું
કુદરતનો નિયમ શો છે? પાડોશમાં કોઈ ના હોય ને એકલો હોય ને, તો એને સૂઝ પાડનાર મહીં છે. પણ બીજા ચાર હોય તો કોણ સૂઝ પાડે? એકલો હોય તો સૂઝ પડે. એટલે આ જગત એકલું હોતું નથી, તેની જ ભાંજગડ છે ને ! અને હું એકલો ફરેલો છે. કારણ કે મારો સ્વભાવ નાનપણથી એવો હતો કે લોકોના રસ્તે નહીં ચાલવું, પોતાના ધારેલ રસ્તે ચાલવું. તેનો મારેય પડેલો કેટલી વખત, કાંટાએ ખાધેલા પણ છેવટે આ રસ્તે જવું એ નક્કી. તે આમાં આ રસ્તે ફાવ્યું અમારે. ઘણાં અવતાર માર પડ્યા હશે, પણ છેવટે ખોળી કાઢયું એ વાત નક્કી.
છેવટે અક્રમ વિજ્ઞાન જડ્યું બહુ સરસ ! અમને નાનપણથી ખૂંપી ગયેલું આ વિજ્ઞાન. તે નિરાંતમાં ને નિરાંતમાં રહેલા. બીજી બાહ્ય વાતો ના આવે.