________________
[૧૦.૯] સાચા ગુરુની ઓળખ પહેલેથી જ
૪૧૩
પ્રશ્નકર્તા: એ તો જ્ઞાની જ કહેવાય ને, નકલ કોઈની ના કરી હોય તો ?
- દાદાશ્રી : ના, તો એ સ્થિતિ કંઈ સારી કહેવાય. મેં નકલ નથી કરી કોઈ દહાડોય, નાનપણથી નહીં. તમે જે કરતા હોય ને એમાં મને અવળું લાગે એટલે હું એ ના કરું, મારું જુદું કરું.
પ્રશ્નકર્તા એ તો એવી સ્વતંત્રતા હોય તો જ આ સ્થિતિ થાય ને?
દાદાશ્રી : હા. એ ગમે તે, મહીં કંઈ એવું જુદું કરે, ભેદ પાડ્યા વગર રહે નહીં. વાંકો ગુણ હતો મહીં કે અહીંથી આ રસ્તો આમ લઈ આવે ને તે આમ ફરીને જાય. હવે મારી ટેવ આમ, એટલે લોકોના ખેતરામાં રહીને હું સીધો જઉ પણ તે વાંક વળાંકો નહીં ફરવાની ટેવ.
માંહ્યલા ભગવાનને વઢતો કે “રસ્તો બતાવ'
આપણા સિદ્ધાંતથી બેક (પાછા) જાઓ. જગત જે રસ્તે જાય તે રસ્તે જવાનું નહીં, મારો આ જ રસ્તો. હું ભાદરણથી બોરસદ નાનપણમાં ચાલતો જઉ ત્યારે લોક ગૂંચીવાળો રસ્તો પકડે, હું એકલો જ સીધો-પહોળો રસ્તો પકડું.
અને રસ્તો ના જડતો હોય તો આ મહીં માંહ્યલાને કહેવાય કે “હું તો આંધળો છું એટલે તને ઓળખતો નથી પણ તુંય આંધળો છું ? મને કંઈક સાચો રસ્તો બતાડ’ એમ ભગવાનને વઢવું પડે. અલ્યા મૂઆ, તને કશી જ સમજ ના પડે તો “માંહ્યલો છે' તેમ કર કર કરીશ તોય તે તારી અંદરના આવરણ તૂટશે, આગળનો રસ્તો દેખાશે પણ બહાર ભગવાન ખોળીશ તો તેમાં તારું કશું જ વળશે નહીં.
પ્રશ્નકર્તા: જ્યાં લગી જ્ઞાન ના થયું હોય ત્યાં લગી ખબર ના પડે.
દાદાશ્રી : હા, પણ માંહ્યલાનું જ્ઞાન ના થયું હોય તોય, આ મહાદેવજીનામાં કંઈ જ્ઞાન થયું છે. આપણને ? પણ આપણા લોકોને કહેવા પડેલી કે સહુ લોક કરે એ આપણે કરવું. પણ અલ્યા મૂઆ, કંઈ જુદો રસ્તો જ નહીં ?