________________
[૧૦.૯] સાચા ગુરુની ઓળખ પહેલેથી જ
૪૧૧
મારો વૈજ્ઞાનિક સ્વભાવ, મૂળથીયે. જેટલું (શાસ્ત્ર) વાંચ્યું એના ઉપર વિજ્ઞાન મારાથી બોલાય. વિજ્ઞાન એટલે આ મારા પાતાળનું પાણી, આમાંથી (શાસ્ત્રમાંથી) લીધું પણ નીકળે પાછું પાતાળનું પાણી !
વિજ્ઞાની એટલે પોતાનું બધું ઊભું કરી દેવું. સામો વાત કરે તે પહેલાં આગળનું બધું જોઈ નાખે, સામાને રસ્તે ચઢાવી નાખે.
મને નાનપણથી જ ટેવ હતી કે મને કોઈ જ્ઞાનની વાત કરે ત્યારે હું વિજ્ઞાનમાં લઈ જઉ. મારો વિજ્ઞાની સ્વભાવ તો નાનપણથી જ હતો. વિજ્ઞાની એટલે મૂળ શબ્દ જડ્યો તે પછી હું ક્યાંય સુધી પહોંચી જાઉં ! વાત જ્ઞાનની ચાલતી હોય, તે હું એમાં તો કંઈની કંઈ શોધખોળ કરી નાખું ! લોક વિજ્ઞાનની વાત સાંભળે તે તેને જ્ઞાનમાં લઈ જાય ને હું જ્ઞાનની વાત વિજ્ઞાનમાં લઈ જઉ. વિજ્ઞાન એટલે કે એવી એવી વાત કે શાસ્ત્રોમાં જડે નહીં ને બધા જ ફોડ પડે.
પરિણામ દેખાયા જ કરે, તેથી કશે ચોંટ્યા નહીં
પ્રશ્નકર્તા: દાદા, તમે કહ્યું ને પરિણામને પકડનારું તમારું બ્રેઈન હતું તેના વિશે વધારે કહેશો ?
દાદાશ્રી : મારું વલોણું પરિણામવાદી હતું. “આજ વલોણું વલોવ્યું, એમાં આવ્યું શું ? એવું જોવાની ટેવ હતી. વલોવું ખરો, પણ જોયા પછી કંઈ માખણ ના આવે તો હું છોડી દઉં. હું વલોવું ખરો, પણ મારું પરિણામવાદી હતું. પરિણામે મને શું પ્રાપ્ત થયું એ જોઈ લઉ. એટલે હુંયે વલોવતો'તો બળ્યું, પણ વલોવ્યું ત્યારે તો આ જડ્યું ને બધું મને. વલોવતા વલોવતા જડ્યું ને ! પણ તે પરિણામવાદી હતું. કેવું ? એ પરિણામમાં શું આવ્યું, વલોવ્યું તેના ? આખી રાત વલોણું વલોવ્યું અને આવ્યું શું? ત્યારે કહે, કશું જ નહીં. ફેણના (ફીણના) ગોટા દેખાતા હતા એટલા જ. ફેણ (ફીણ) બેસી ગયું. એટલે માખણ ના આવે તો હું છોડી દઉં.
મારો નાનપણથી એક સ્વભાવ હતો કે હરેક કાર્ય કરું એનું મને પરિણામ દેખાયા વગર રહે જ નહીં. છોકરાં બધા ચોરી કરતા હોય તો