________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
બહુ ઊંચા હતા પણ પછી કાળ ક્રમે બધું ફેરફાર થવા માંડ્યું છે આ. છતાંય આવા શબ્દ અમારાથી બોલાય નહીં. અમે જ્ઞાની પુરુષ થયા, અમે જવાબદાર કહેવાઈએ. પણ જ્યારે ઓપન જાણવું હોય ત્યારે એકલા જાણવા માટે કહીએ, તે વીતરાગતાથી કહીએ. અમને કોઈ જગ્યાએ સહેજે રાગ-દ્વેષ હોય નહીં. અમે સારું બોલીએ તો અમને રાગ ના ઉત્પન્ન થાય અને ખરાબ બોલીએ તો દ્વેષ ઉત્પન્ન થાય નહીં. અમે આવા શબ્દો બોલીએ છતાંય (રાગ-દ્વેષ) ના થાય.
પરિણામ પકડતારું ‘વિજ્ઞાતી બ્રેઇત’, તાનપણથી
પ્રશ્નકર્તા : સાચા ગુરુ વિશેની આપની આવી ઊંચી સમજણનું કારણ શું ?
૪૧૦
દાદાશ્રી : વિજ્ઞાની બ્રેઈન (મગજ) મૂળથી, નાનપણથી વિજ્ઞાની બ્રેઈન ! પરિણામને પકડનારું ! કેવું બ્રેઈન ?
પ્રશ્નકર્તા : પરિણામને પકડનારું.
દાદાશ્રી : દરેક વસ્તુ પ્રાપ્ત થાય તે પહેલાં પરિણામને પકડી પાડે, કાયમ. એટલે પરિણામ પકડનારું બ્રેઈન, તે કામ લાગ્યું આમાં.
હું છવ્વીસ-સત્યાવીસ વર્ષનો હતો ત્યારે કૃપાળુદેવનું વાંચતો. પછી એ જે મહારાજ આવે ને ત્યાં આગળ, સ્થાનકવાસી આવે તો ત્યાંય જઉ અને દેરાવાસી આવે ત્યાંયે જઉ. તે એક સ્થાનકવાસી મહારાજ આવ્યા હતા. તે એમણે મારી પાસે થોડીક વાતો સાંભળી. ત્યારે મને કહે છે, ‘તમે વિજ્ઞાની માણસ છો, આ તમારું વિજ્ઞાની મગજ છે. આ ભગવાન મહાવીરની વાત તમને બહુ સરસ સમજાશે જ્યારે-ત્યારે. એ કહે તે પહેલાં તો હું કંઈક નવી જ વાત બોલું. વિજ્ઞાની મગજ ! એ એક જ મહારાજ ઓળખી ગયા હતા.
એ મહારાજ આમ બોલતા હોય ને હું આમ બોલું. કહે છે, ‘આવું ના આવડે કોઈને.’ ત્યારે મેં કહ્યું, ‘આ મહારાજ ખરું કહે છે.' એમને સમજાઈ ગયું કે આ ઊંચી વાતો કરે છે બધી.