________________
[૧૦.૯] સાચા ગુરુની ઓળખ પહેલેથી જ
૪૦૯
તારી ઉંમરે ગુરુ માટેની યથાર્થ સમજણ
તે ઘડીએ ગુરુ એટલે પ્રકાશ ધરનાર એવો અર્થ હું સમજતો હતો. જે લોકો મને પ્રત્યક્ષ જ્ઞાન ન આપે, મને જો પ્રકાશ ન ધરે તો મારે એવું કંઈ ટાઢાં પાણી છંટાવીને કે ઉપર પાણીના ઘડા રેડાવીને એવી કંઠી બંધાવવી નથી. જેને પોતાને અજવાળું નથી, જેની પાસે બીજાને અજવાળું આપવાની શક્તિ નથી, એની પાસે કંઠી કેમ પહેરાય ? કંઈ ઉપદેશ આપતા નથી અને ગુરુ થઈ બેઠા છે ! એ મારે જોઈએ નહીં. તમે જે કર્યા હોય એવા ગુરુ મારે નથી કરવા. બળ્યો, તારો મોક્ષ અમારે નથી જોઈતો. એ અમારે પોસાય નહીં, એના કરતા ઐસે હી ચલને દો.
મને એમ લાગશે કે આ ગુરુ કરવા જેવો છે, તો હું ટાઢું પાણી તો શું, હાથ કાપી લેશે તોય હું હાથ કપાવા દઈશ. અનંત અવતારમાં હાથ હતા જ ને, ક્યાં નહોતા તે ? અને કોઈક બહારવટિયો ધારિયાથી હાથ કાપી નાખે ત્યારે કપાવા જ દો છો ને ? તે અહીં આગળ ગુરુ હાથ કાપે તો ના કાપવા દેવું ? પણ ગુરુ કાપે જ નહીં બિચારા! પણ વખતે એ કાપવાનું કહે તો આપણે એમ ન કરવાનું કંઈ કારણ છે ?
મને તો જે ઉપદેશ આપે, કંઈ પણ જાગૃત કરે, હેલ્પ કરે, પ્રકાશ આપે એ મારા ગુરુ. મને અજવાળું દેખાડે, મારે એમની પાસેથી બીજું કશું નથી જોઈતું. મને રસ્તો દેખાડે, મને જે દેખાતું નથી એ દેખાડે, એ મારા ગુરુ મહીં મારા મનને જરા શાંતિ કરે, એ મારા ગુરુ.
મારે તો સાચો બ્રહ્મસંબંધ જોઈએ, ભ્રાંતિનો નહીં
હું તો ગુરુને કહેતો હતો કે તમે આવો બ્રહ્મસંબંધ કરાવો, તે મને પસંદ નથી. બ્રહ્મસંબંધ તો આત્માની લગની લાગ્યા પછી, એ લગની છૂટે નહીં એનું નામ બ્રહ્મસંબંધ કહેવાય. તે સંબંધની લગની લાગી જાય, પછી ફરી બ્રહ્મસંબંધ છૂટે નહીં. આ તો (નામનો જ) બ્રાંતિનો બ્રહ્મસંબંધ ! મારે તો સાચો બ્રહ્મસંબંધ, ફરી બીજા કોઈ જોડે સંબંધ જ ના કરવો પડે એવો સંબંધ કરવો. આ શબ્દોનો આવો બ્રહ્મસંબંધ મારે જોઈએ નહીં.
વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, સહજાનંદ સ્વામી એ બધા આદિ પુરુષો