________________
[૧૦.૯] સાચા ગુરુની ઓળખ પહેલેથી જ
૪૦૭
દાદાશ્રી : હા, નાનો હતો ત્યારે બા કંઠી બંધાવવા લઈ ગયેલા. તે કાંકરોલીવાળા બાવાની કંઠી બંધાવેલી હતી. તે લગભગ બાર-તેર વર્ષની ઉંમરે એની મેળે તૂટી ગઈ. બધા કહે, “ફરી કંઠી બંધાવો.” એટલે પછી બા કહે કે “ફરી કંઠી બંધાવ્યા વગર ના ચાલે.”
મને મારા મધર છે તે વૈષ્ણવમાં ઘાલવા ફરે. એટલે મધરે કહ્યું કે “બાવાજી આવ્યા છે કાંકરોલીથી, તે આપણે ફરી કંઠી બંધાવી લઈએ.' તે દહાડે ફરી કંઠી બાંધવા સારુ ટાઢું પાણી ઘડો ભરીને રેડી દે આપણી ઉપર અને કાનમાં ફૂંક મારે. શું ફૂંક મારે ? “શ્રીકૃષ્ણ શરણમ્ મમ્.'
પ્રશ્નકર્તા : મંત્ર આપે.
દાદાશ્રી તે આપણને એમ સમજાય કે “હે શ્રીકૃષ્ણ, અમારે શરણે આવ’ એવું સંભળાય આપણને ! શું સંભળાય ?
પ્રશ્નકર્તા કૃષ્ણ ભગવાન, તમે અમારે શરણે આવો.
દાદાશ્રી : એટલે મેં કહ્યું, “ના, મારે એવું ખપે નહીં. મારે આવી કંઠી નથી પહેરવી બા. મને તો કંઈક સાચું શિખવાડે ત્યાં મારે કંઠી બાંધવાની છે.”
બહુ દહાડા છેતરાયો, હવે તો પડું કૂવામાં મેં કહ્યું, “જો આ કૂવો ! હું મારા બાપ-દાદાના કૂવામાં પડવા માગતો નથી. આપણા બાપ-દાદાઓ આ કૂવામાં પડ્યા હશે, તે દહાડે પાણી હશે. પાણી પહેલાં હતું, વલ્લભાચાર્યના વખતમાં પંદર ફૂટ પાણી હતું. ત્યાં સુધી પડત. કારણ કે તરતા આવડે એટલે જીવતો રહેત. પણ અત્યારે એ પાણી સૂકાઈ ગયેલું છે. હું કુવો જોઈ આવ્યો વૈષ્ણવનો. મને તો આ કૂવામાં જોતા મોટા-મોટા પથ્થર પડેલા છે ને મોટા-મોટા સાપ દેખાય છે, પાણી દેખાતું નથી. અહીં હું નહીં પડું, તમે બધા પડજો. તમારા બાપ-દાદાના કૂવામાં તમે બધા પડજો. બાપ-દાદા પડે એ કૂવામાં આપણે પડવું ? કંઈ લખી આપ્યું છે આપણને ? પાણી જુઓ મહીં, છે