________________
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ
૪૦૫
દાદાશ્રી : અરે ! મને તો આખો લાઈટનો ગોળો જ દેખાતો હતો. તે મોટો ઝબકારો થયો ને અજવાળું અજવાળું દેખાયું ! તે બહાર જે અજવાળું થયું, તે દસ-દસ મિનિટ સુધી અંધારું ના થાય.
પ્રશ્નકર્તા : દસ મિનિટ સુધી અંધારું ન થાય ? તે દસ મિનિટ સુધી જાય નહીં !
દાદાશ્રી : પછી હું વિચારમાં પડ્યો કે આ શું થયું ? પછી મને સમજાયું કે આ તો આંખનું લાઈટ (જોવાની શક્તિને નુકશાન થાય) જતું રહ્યું. તે ફરીથી કોઈ દહાડો હાથ અડાડવાનું જ બંધ કરી દીધું. આ તો લાઈટ જતું રહે આંખનું. આખો ગોળો જ લાઈટનો દેખાતો’તો. આ આમ હાથ અડાડીએ, એનું શું? મીનિંગલેસ, યૂઝલેસ બધી વાતો. આવો પ્રયોગ વેચવા જાય તો ચાર આનાય બજારમાં ના આપે આને. ચિંતા તો ઘટતી નથી ! આવું બધું કરે એટલે શક્તિ હીન થઈ જાય બધી.