________________
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ
૪૦૩
દાદાશ્રી : ભૂલો ભાંગી મેં આખી જિંદગી. તેરમાં વર્ષ પછી મેં કહ્યું, “આ કોણ છે ?” ત્યારે આ ઉપરી નથી ને આ ડખો કેમ છે, લોકોનો ? ઉપરી નથી એ મને શ્રદ્ધા છે, તો આ ડખો કેમ છે ? લોકો આમ હેરાન કરે છે, પોલીસવાળાય કરે. ત્યારે કહે, “આપણી ભૂલો છે તે જ. ભૂલો ભાંગી જશે, એટલે ઉપરી કોઈ નથી.”
આ તમે હમણે છે તે ગુનો કરો ને પાછા પોલીસવાળાને ટેડકાવીને આવો એટલે એ તમારો ઉપરી ઠર્યો. પછી ઘેર આવે કે ના આવે ઠંડો લઈને? અને આપણે ગુનો કર્યા પછી એની પાસે માફી માગી લઈને છુટકારો કરીને આવીએ તો આવે ? તે આ તમારા ગુનાઓ જ તમારા ઉપરી છે, બીજું કોઈ ઉપરી નથી.
પ્રશ્નકર્તા બરાબર છે.
દાદાશ્રી : ત્યારે ભૂલ તો ભાંગવી જ પડે ને આપણી ! હવે તમને શિખવાડું છું. ભૂલો ભાંગી નાખો, તો તમારો ઉપરી કોઈ નથી.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : જ્યાં સુધી ભૂલો પૂરી ભાંગી ના જાય ત્યાં સુધી તમારે દાદા ઉપરી છે.
એટલે હું તેર વર્ષની ઉંમરથી ભગવાનને સ્વીકારતો નથી મારા ઉપરી તરીકે. મારી ભૂલો અને બ્લેડર્સ એટલા જ ઉપરી છે, બીજું કોઈ ઉપરી છે નહીં અને તમારે પણ એ જ ઉપરી છે, બીજું કોઈ છે નહીં ઉપરી.
આત્મયોગ સિવાયના યોગો વિસામા જેમ પ્રશ્નકર્તા ત્યારે આવી બધી જે ધર્મોમાં રૂઢીઓ ચાલતી, પણ તેમાં તમે ના ફસાયા હોય એવો કોઈ પ્રસંગ બનેલો ?
દાદાશ્રી : એક મહારાજ મને યોગ શિખવાડવા માંડ્યા. “અહીં (કપાળમાં બે ભ્રમર વચ્ચે) જો જો કરો” કહે છે. મેં જોયું પછી બીજે દહાડે દુખ્યું. મેં કહ્યું, “આ રસ્તો કંઈથી લાવ્યા છો તમે? કોણે શિખવાડ્યું