________________
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ
૪૦૧
જ નથી ઘાલે એવા અને ભૌતિક કરે એવા નથી. તમારે ભૌતિક કરાવવું છે, પણ એ તો જ્ઞાતા-દૃષ્ટા, વીતરાગ. વીતરાગની પાસે કશો સામાન હોય ખરો ? એ શું આપવાનો હતો ? એ વીતરાગ છે. એની પાસે કશું છે નહીં, ભૌતિકવાળાને માટે. એ તો શું કહે છે કે તમારે કાયમનું સુખ જોઈતું હોય તો મારી પાસે આવો. ત્યારે હું સનાતન સુખનો ભોગી. એટલે મેં એની પાસે કહ્યું, “ભઈ, આ સનાતન સુખનો ભોગી, હું ઉપરીપણું સ્વીકારીશ નહીં. એટલે કહે, ‘તમે વીતરાગ થાવ એટલે હું ને તમે એક જ છીએ. રાગ-દ્વેષ છૂટી જાય તો હું ને તમે એક જ છીએ !”
અંદરવાળા ભગવાનને જ કહેતો, “મને તાજો”
એટલે ઉપર કોઈ બાપોય નથી, એવું કોઈ બૉસ નથી એવી મને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી. દરેક મનુષ્યમાં ભગવાન મહીં રહેલા જ છે, ફક્ત પ્રગટ કરવાના છે. તે પ્રગટ કેવી રીતે થાય ? કે જ્યાં પ્રગટ થયેલા હોય તેની પાસે જઈએ તો પ્રગટ થાય, બીજો કોઈ રસ્તો નથી.
એટલે માર્ગ આ જ અપનાવ્યો હતો, કે ભઈ, હવે આપણે જાતે ઉપર ભગવાન છે નહીં એવી રીતે કામ લો. ભગવાન અંદર છે ને અંદરવાળા ભગવાન જોડે જ પહેલેથી વાતો કરવા માંડી હતી, કે તમે મને તારજો કે બચાવજો. જે કહેતો'તો તે એમને કહેતો. ઉપરવાળાને કહીએ તો કોઈ બાપોય પૂછતો નથી, ત્યાં તો. એમ ને એમ ગયું, અદ્ધરતાલ.
જેને અન્ડરહેન્ડ ના ગમે, તેતે ઉપરી ન મળે
મારી અંદરની શોધખોળ કે ભગવાન ઉપરી નથી. એ અન્ડરહેન્ડેય નથી અને ઉપરીયે નથી. તે મને એમની દશામાં બનાવ્યો કે ઉપરી પણ નહીં, અન્ડરહેન્ડય નહીં. એટલે મને અન્ડરહેન્ડનો શોખેય નહોતો અને ઉપરીયે ના જોઈએ મારે. અન્ડરહેન્ડનો જેને શોખ હોય, એને ઉપરી મળ્યા વગર રહે નહીં અને એ બેની વચ્ચે બફર થાય, ઉપરી અને અન્ડરહેન્ડ. અને એથી બફર કૂટાયા જ કરે. લોકો કહે છે, “ઉપરી અમને ગમતા નથી.” મેં કહ્યું, “ના, એ નહીં ચાલે. જ્યારે તમને અન્ડરહેન્ડ નહીં ગમે, ત્યારે ઉપરી એની મેળે જ નહીં આવે.” એ એનું પરિણામ છે. અન્ડરહેન્ડ