________________
૪OO
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આની આ જ ભાંજગડ આગળની આગળ આવે. ઉપરી ના જોઈએ. આમ ના ફાવે. કેટલીય ઉપાધિ ! તારે ફાવે ?
પ્રશ્નકર્તા : મને તો ફાવે, દાદા. દાદાશ્રી : એમ ?
ભગવાનને ભજીને એમના જેવો થઈશ એટલે ભગવાનનેય ઉપરી તરીકે સ્વીકારું નહીં. ભગવાન મારા પૂજ્ય છે બધી રીતે, પણ ઉપરી તરીકે સ્વીકાર નહીં. તમને ભજીને તમારા જેવો થઈશ, શું કહેતો'તો હું?
પ્રશ્નકર્તા ઃ તમને ભજીને તમારા જેવો થઈશ.
દાદાશ્રી : હા, તમારા જેવો જ. તમારામાં ને મારામાં ફેર નથી. ફક્ત ફેર એટલો જ છે કે તમે એ ભણીને આગળ ગયેલા છો ને હું ભણીને પાછળ રહેલો છું. બીજો કોઈ ફેર નથી, નો ડિફરન્સ. પોતાનું સ્વરૂપ જ પરમાત્મા છે. ભગવાન કશું જ કરતો નથી ને ! કશું કરી આપતો નથી. તે ઉપરી કેમ કરીને રખાય ? ભગવાન કશું જ કરતો હોય એનો પુરાવો કોઈ માણસ મને દેખાડે કે આ ભગવાને મને કરી આપ્યું. કશું જ કરતો નથી ત્યાં આગળ લોકો, ‘ભગવાને કર્યું' કહે છે. ભગવાનને તો ઓળખો, ભગવાન આવું કોઈનું કરે એવા છે નહીં.
નામ સંભારતા દુઃખ દૂર થાય પણ ન મળે ચાર આતા
હું તો પંદર વર્ષનો હતો ત્યારથી જ આવું ના માનું. મને માન્યામાં જ ના આવે ! આવું એકને ત્યાં મામેરું પૂરે ને એકનું આમ રખડી મરે, એના જેવું હોતું હશે? એ ભગવાન કેવો ? હવે ભગવાન પાસે ચાર આનાય હોય નહીં. કોઈને મદદ કરી શકે નહીં ભગવાન. એનું નામ સાંભરતાની સાથે બીજા દુઃખ દૂર થાય, બીજા દુ:ખ અલોપ થઈ જાય એટલું જ, પણ બીજું કશું આપી ન શકે.
ભગવાને તો આમાં હાથ જ નહીં ઘાલ્યો. એ ભૌતિક દૃષ્ટિમાં હાથ