________________
૩૯૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
અંતે ખોળી કાઢ્યા સાચા ભગવાનને એટલે તેર વર્ષની ઉંમરે આ સ્વતંત્રતા જાગેલી. ત્યાંથી જ મેં તપાસ કરી કે આ ભગવાનને ખોળી કાઢવા. એવો કોણ ભગવાન છે કે આપણને મોક્ષે લઈ જાય ! એ ખોળી કાઢ્યા પણ. “માથે ભગવાન નથી” એવું ખોળી કાઢ્યું.
આમથી તેમ. આમ હલાવ્યું. તેમ કર્યું પણ ખોળી કાઢ્યું કે “નથી જ.” અને “નથી બોલ્યો, ત્યાર પછી મેં રાહ જોઈ. મેં કહ્યું, “જો તું હોઉં, તો મને ઉઠાવી લે હમણે.” “અવકાશ દેખા, લેકીન કુછ નહીં. કુછ ભી પત્તા હી નહીં ઉસકા.” એમ ને એમ ત્યાં આગળ લોસ્ટ પ્રોપર્ટી ઑફિસમાં ગઈ બધી અરજીઓ લોકોની. પછી વાંચવામાં આવ્યું કે ભગવાન તો માંહ્યલાને કહેવાય છે, ત્યારે એ વાત મને ગમી. ઘણાં લોકો તો ભગવાનને “માંહ્યલો જ કહે છે ને !
અંતે ભગવાનને ખોળી કાઢ્યા તે ખોળી કાઢ્યા, પણ ભગવાનની એટલી સરસ ભક્તિ કરી કે ભગવાન મને વશ થઈ ગયા છે આખાય ! એમ ને એમ અજવાળું થઈ ગયું. ધારેલું નહીં આવું. તે મારું ડેવલપમેન્ટ (ઉપાદાન) હું લાવેલો અને અનંત અવતારની ઈચ્છાઓ, તે આ અવતારે ફળી.
પહેલાં તો મારે ટૈડકાવે એ જોઈએ નહીં. ભગવાનેય જો ટૈડકાવતો હોય તો એ દુનિયાય મારે ના જોઈએ. અને ખરું પૂછો તો અત્યાર સુધી આખી જિંદગીમાં મને કોઈએ ટૈડકાવ્યો નથી. ‘હવે ટૈડકાવનારને છૂટ. હવે જેને ટૈડકાવવો હોય તેને. હવે તમારો વારો.”
મેં આખી લાઈફ રિસર્ચ (શોધખોળ)માં જ કાઢી છે, રિસર્ચ જ કરેલું બધું. એટલે ભગવાન જડ્યો અને ધ વર્લ્ડ ઈઝ ધ પઝલ ઈટસેલ્ફ, ઈટસેલ્ફ પઝલ થયેલું છે. ગૉડ હેઝ નૉટ ક્રિએટેડ, ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. સંજોગો બધા સાયન્ટિફિક સંજોગો છે, એનાથી બધા કાર્યો થયા કરે છે.
ભગવાન પોતાનું જ સ્વરૂપ, ન આપે કશું ભૌતિક ભગવાનને કહ્યું, “મારું સ્વરૂપ છે તું, ઉપરી શેનો ?” “મારું પોતાનું