________________
૩૯૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
એ ના પોસાય, માથે ભગવાનેય ના જોઈએ. એટલે ત્યારથી જ ભગવાન માથે ઉપરી છે એવું માનતો નહીં. ભગવાન શેના માટે ઉપરી ? એના કરતા તો આપણે આ લોકોના અન્ડરહેન્ડ રહેવું સારું, પણ ભગવાનના અન્ડરહેન્ડ તો રહેવાય નહીં. કારણ કે ભગવાન ઉપરી અને મોક્ષ, એ બે વસ્તુ હિન્દુસ્તાનના લોકો ભલે કલ્પતા હોય, પણ એ વિરોધાભાસ છે. હવે જગતમાં તો આ લક્ષમાં જ ના હોય ને કે આ વિરોધાભાસ છે એવું.
મોક્ષ એટલે તો અન્ડરહેન્ડ, લો બૉસ મોક્ષ અને ભગવાન (ઉપરી) બે વિરોધાભાસ છે. જો મોક્ષ હોય તો ભગવાન ઉપરી ના હોવો જોઈએ અને ઉપરી છે તો મોક્ષ કોઈનો થાય નહીં. એવો મોક્ષ હું ખોળું નહીં. મોક્ષ એટલે મુક્તભાવ.
મોક્ષ એટલે શું ? નો અન્ડરહેન્ડ, નો બૉસ. અન્ડરહેન્ડનો શોખ હોય તો અહીં હોવો જોઈએ, બાકી ત્યાં તો અન્ડરહેન્ડનો શોખ રખાય નહીં. મોલમાં તો કોઈ અન્ડરહેન્ડ ના હોય, અપરહેન્ડ ના હોય, કોઈ ઉપરી જ નહીં. બિલકુલ ઈન્ડિપેન્ડન્ટ, ડખલ નહીં કોઈ જાતની, આપણે આપણા મોક્ષમાં જ. અન્ડરહેન્ડનો શોખ હોય તો ઉપરી મળે અને જેને અન્ડરહેન્ડનો શોખ નથી એને મુક્તિ મળે છે. કોને મળે છે ?
પ્રશ્નકર્તા : અન્ડરહેન્ડનો શોખ નથી તેને.
દાદાશ્રી : મને અન્ડરહેન્ડનો શોખ નથી. કોઈ નથી મારી અન્ડર (નીચે). મારે તમને અન્ડરહેન્ડ રાખવા નથી અને ઉપરી તરીકે સ્વીકાર કરવો નથી. ઉપરીને હું સ્વીકારતો જ નથી. ઉપરી કેમ હોવો જોઈએ ? એટલે ઉપરીપણું સ્વીકાર્યું નહોતું. મારા માથે ઉપરી ના જોઈએ, આ પહેલેથી ટેવ. એટલે ભગવાનનેય બૉસ તરીકે સ્વીકાર કર્યો નથી મેં કોઈ દહાડો.
મારે મારી અંદરવાળા ભગવાન જોડે અભેદ થવું છે
જ્યાં ઉપરી નહીં, અન્ડરહેન્ડ નહીં એવો આ વીતરાગોનો મોક્ષ મને ખપે છે. તે દહાડે ખબર નહીં પડી કે વીતરાગોનો આવો મોક્ષ છે. પણ મને ત્યાંથી જ સમજણ પડે કે ઉપરી ના જોઈએ. ‘ઊઠ અહીંથી