Book Title: Gnani Purush Ppart 01
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 452
________________ [૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ મોઢું જોઈએ તોય આપણને રીસ ચઢે બળી. ભગવાન ઉપરી કેમ પોસાય તે, એ પરવશતા ? એ પાછું એને ક્યાં આપણે પોલિશ કર કર કર્યા કરીએ, મસ્કા માર માર કર્યા કરીએ ? ત પોસાય ભગવાન ટૈડકાવે તે ભગવાન શું આપી દેવાનો હતો, તે વગરકામનો મને ટૈડકાવે ? અને ટૈડકાવે તો ભગવાનેય મારે કામ ના આવે. મારી જોડે પાંસરો રહેજે, એવું ભગવાનને કહી દઉં. કારણ હું ચોખ્ખો છું, તદ્દન પ્યૉર છું. છૂપા કાવતરા નથી કર્યા. ૩૯૫ એ તો કાલ ટૈડકાવે આપણને, એના કરતા આપણું ઘર શું ખોટું હતું ? આપણા ઘરના માણસો ઉપરી સારા. મારા બૈરાં-છોકરાં સારા બધા. આ વહુ થોડીવાર વઢે એટલું જ ને ? ગાળો દેશે તોય ચાલશે, થોડું લપકા કરી જશે, પણ ભજિયાં તો ખવડાવે કે ના ખવડાવે ? ભગવાન ઉપરી અને મોક્ષ, એ બે વિરોધાભાસ પ્રશ્નકર્તા : ખુશમાં હોય તો ખવડાવે. દાદાશ્રી : એ ગમે તેમ, પણ ખવડાવે ખરી ને ! બે ગાળો ભાંડતી હોય પણ ભજિયાં ખવડાવે ને, એ મોક્ષ સારો. પણ આવો મોક્ષ ના જોઈએ. ઉઠાડે એ તો જોઈએ નહીં, એના કરતા વાઈફ જોડે ભજિયાં ખાઈને પડી રહીશું. સારી સારી રસોઈ તો બનાવી આપે. તે ખઈએ-પીઈએ ને ચા પીને મસ્ત સૂઈ ગયા. તૈયાર રોકડું કરી આપે તો ખરી ! અને રિલેટિવ પાછું, રિયલ નહીં ને ! રિલેટિવનો નિકાલ થઈ જવાનો. આ બૈરી જોડે મોક્ષ સારો. સ્ત્રી ઉપરી સારી. અને આ તો વગરકામનો ઉપરી થઈ બેઠો છે, નહીં લેવાદેવા ! કશું કામમાં ન આવે એ ઉપરી મારે શા કામનો ? આ મારી ઘરની મુક્તિ સારી છે તારી મુક્તિ કરતા અને આપણા વાઈફ ને એ બધા ઉપરી કેટલા ? અહીં જીવતા હોય, એટલા પૂરતું. આ તો કાયમનો ચઢી બેસે. ઉપરી ના હોવો જોઈએ, આટલી ભાંજગડ પડેલી. આ જિંદગીનું ગમે તે થાય, પણ ઉપરી તો ન જ હોવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480