________________
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ
૩૯૩
બેસાડ્યા પછી ઊઠાડે એ મોક્ષ શું કામનો ?
ભગવાન આપણને મોક્ષે લઈ જાય, તો તરત વિચાર આવે, એ બોલે ને સાથે બધું ચીતરામણ ફિલમની જેમ દેખાય. એ લઈ જાય તો મને કંઈ બેસાડે ત્યાં ? વખતે મને મોક્ષે લઈ ગયા, તે પણ અહીં એક જગ્યાએ બેસાડ્યો કે “અહીં બેસ. ઉપરી હોય તે તો કહે, “અહીં બેસ આ સોફાસેટ પર.” એ સારી જગ્યા હોય, ફર્સ્ટ ક્લાસ જગ્યા હોય અને અહીં બેઠો હોય, પછી એનો ખાસ નવો ઓળખાણવાળો આવ્યો, બીજા સગાંવહાલાં, સાળાનો છોકરો આવ્યો તો ? એટલે આપણને કહે, ‘ઊઠ અહીંથી ને પેલા એના સાળાના છોકરાને બેસાડે. અરે બળ્યો તારો મોક્ષ, આપણને ઊઠાડે એ મોક્ષને શું કરવાનો ? જ્યાં તે “ઊઠ' કહેનારો ત્યાં જવાની શી જરૂર ?
બેઠા પછી ઊઠવાનો વખત આવે એવો તારો મોક્ષ મારે નથી જોઈતો. તારે ઘેર રાખ મહીં. તું એકલો સૂઈ જા નહીં. કોઈ “ઊઠ” કહેનાર ના હોવો જોઈએ. મોક્ષ એટલે કોઈ ઊઠાડે નહીં, કોઈ ઉપરી નહીં. એના માટે જન્મ્યો નથી. એના કરતા તો મારા ફાધર-મધર જે પ્રત્યક્ષ ઉપકારી છે, તે મારા સાચા. તું ક્યારે પ્રત્યક્ષ ઉપકારી ?
એના કરતા આ સંસાર સારો. મોક્ષે લઈ જનારો કોણ હોય ? મોક્ષનો માર્ગ છે ત્યાં સુધી ગુરુની જરૂર, જ્ઞાનીઓની જરૂર પણ મોક્ષે લઈ જનાર કોઈ ભગવાન જેવી વસ્તુ નથી. ભગવાન (ઉપરી) હોય તો આ દુનિયા જીવવાનો અર્થ શો છે ? મારા ફાધર-મધર એ ભગવાન મારા. કારણ હું જોઈ શકું છું, મને જીવન આપ્યું છે. એવો ભગવાન તમે આપો, ફાફાં મરાવડાવે એવો ભગવાન મારે જોઈતો નથી.
રિલેટિવમાં ઉપકારી ચાલે પણ રિયલમાં નહીં જ
ઘરના માણસ, ફાધર-મધર ઉપરી. એ રિલેટિવ ઉપરી છે, પણ રિયલ ઉપરી તો કોઈ જોઈએ જ નહીં. ભગવાન માથે હશે એ નહીં ચાલે. અહીં આ માથે હોય તે ભાંજગડ ! બાપા છે તે જ ઉપાધિ છે, એ તો જન્મ લીધો એટલે ઉપાધિ છોડાય નહીં. પણ બીજા તો વગર જન્મ આપે