________________
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ
૩૯૧
ભગવાત મોક્ષે લઈ જશે' સાંભળી થયું મનોમંથન
પછી એક દહાડો મને કહે છે, “બચ્ચા, ભગવાન તુમકો મોક્ષ મેં લે જાયેગા. તું મારા પગ દબાવું છું, તું સેવા કરું છું, ભગવાન તને મોક્ષે લઈ જશે.” આ વાક્ય મહારાજનું મને ઠીક ના લાગ્યું. એટલે મને બહુ જ ખૂંચ્યું, મારા મગજને. તરત મહીં મગજ ફાટ્યું કે “ભગવાન મને મોક્ષે લઈ જાય ? એવો કોણ હશે વળી પાછો ?” મેં કહ્યું, “સાહેબ, તમારી સેવા કરવાના ફળ રૂપે જો મને ભગવાન મોક્ષે લઈ જાય તો આ વાત ન કરો તો સારું લાગશે મને. આ વાત મને અનુકૂળ નથી. મને પસંદ નથી. બાપજી, એવું ફરી બોલશો નહીં હવે, નહીં તો ફરી નહીં આવું.”
મને સેવા કરવા દો તમારી, તમે મારા ભગવાન છો. મને મોક્ષે લઈ જનાર ભગવાન જોઈતો નથી. મારે એવા ભગવાનની જરૂર નથી વચ્ચે, મારે તમારી જ જરૂર છે. મને જો ભગવાન મોક્ષે લઈ જાય તો એવા મોક્ષમાં મારે જવુંયે નથી. એવો મોક્ષ મને ખપતોય નથી. એ મને પોસાશે નહીં. તમારે લઈ જાવો હોય તો હું તૈયાર છું કહ્યું. એટલે એમને અજાયબી લાગી.
એમના મનમાં એમ કે “આ બચ્યું છે ને, એટલે સમજે નહીં ને !” તે મને કહે, “ધીમે ધીમે તને સમજાશે.” પછી એવું ગુજરાતીમાં કહ્યું, ત્યારે મેં કહ્યું, “સારું સાહેબ,” પણ મને તો મોટા-મોટા વિચાર આવ્યા. કે જો ભગવાન મોક્ષે લઈ જાય તો એનો ઉપકાર ભૂલાય નહીં ને ! તમે એક આટલી જ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાતો નથી, તો જે મોક્ષે લઈ જાય એનો ઉપકાર તો ભૂલાય નહીં, તેનો કેટલો ઉપકાર માનવો પડે ?
ભગવાન ઉપરી એવો મોક્ષ ના જોઈએ. ભગવાન મને મોક્ષે લઈ જાય તો એનો ઉપકાર હું ક્યારે વાળું? ભગવાન તો મારો ઉપરી રહે ને ! ત્યારે એના ઑબ્લાઈજિંગ (ઉપકાર) નીચે રહ્યા. ભગવાન આપણને લઈ જાય, તો જે લઈ જાય તેનો આપણે પાડ તો માનવો પડે ને ? મેં કહ્યું, “એવો મોક્ષ મારે જોઈતો નથી. મારે તો મોક્ષ કોઈ ઉપરી ના હોય એવો જોઈએ. પેલું ઑબ્લિગેશન (ઉપકાર) ના જોઈએ મને. એના મોક્ષમાં એ મને લઈ જાય તો એનો ઉપકાર મારે