________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
છે તમને ? મને જોતા જ દુ:ખે છે. તે આગળ શું થશે હવે ?' ત્યારે કહે, ‘એ તો થોડા દહાડા પછી રાગે પડી જાશે.' મેં કહ્યું, ‘પહેલું દુઃખ આવે ને એ જ દુઃખ.' ક્રિયાનો સ્વભાવ એવો છે કે તમે વારેઘડીએ કરો એટલે સહજ થઈ જાય. શું થાય ? કોઈ પણ ક્રિયા કરવાની ના હોય. આત્મામાં ક્રિયા નામનો ગુણ જ નથી, એ સ્વભાવ જ નથી. એ પોતે જ અક્રિય સ્વભાવનો છે ને કરવાનું શું ? તો આ જે મેટર (જડ) છે એનો કરવાનો ગુણ છે. એટલે તમે મેટરરૂપ થઈને કરી શકશો. જે કંઈ ક્રિયા કરો એ મેટ૨રૂપની કરી શકશો. એટલે આ બધું ઊંધો રસ્તો હતો. તે આમ કરો ને તેમ કરો.
૪૦૪
આ જે ચક્રો છે એ બધું શેને માટે છે ? કે રસ્તે જતા થાક લાગ્યો હોય તો વિસામો છે. તે થોડીવાર તમે વિસામો ખાઈ લો. મોક્ષમાર્ગે જતા જતા થાક લાગ્યો હોય તો વિસામો ના જોઈએ ? તે આ વિસામા છે, તેને બદલે કાયમનો આને જ માર્ગ બનાવી દીધો. આવો યોગ હતો જ નહીં. હિન્દુસ્તાનમાં કયો યોગ હતો ? એકલો આત્મયોગ હતો. અને આ બીજા બધા યોગ, ચક્રના યોગ તો વિસામા છે.
હું નાનપણમાં અગાસ જતો હતો ત્યારે ત્યાં કહે કે ‘માળા ફેરવો,’ ત્યારે હું કહું કે ‘હું માળા ફેરવવા નથી આવ્યો. હું તો શ્રીમદ્જીનો અભ્યાસ કરવા આવ્યો છું.’
ચિંતા ઘટાડે નહીં તે લાઈટ શું કામનું ?
એક ફેરો નાનપણમાં હું સત્તર-અઢાર વર્ષનો હતો ત્યારે આંખ દબાવીને મેં એક પ્રયોગ કરેલો. એક ફેરો આમ હાથ જરા દાબીને આંખ ચોળી'તી. આંખને બહુ ચોળ ચોળ કરે ને, પછી આંખ ખોલે તો શું દેખાય ?
પ્રશ્નકર્તા ઃ આમ કાંઈક સ્પૉટ (ટપકાં) જેવું દેખાય.
દાદાશ્રી : કેવું દેખાય ? લાઈટ !
પ્રશ્નકર્તા : હું... લાઈટના ટપકા.