________________
[૧૦.૯] સાચા ગુરુની ઓળખ પહેલેથી જ
કોઈ ધર્મ નહીં પણ વીતરાગ માર્ગ ફાવે પ્રશ્નકર્તા : દાદા, તમને જૈનના સંસ્કાર કેટલા વર્ષથી મળેલા ? નાનપણથી જ જૈનના સંસ્કાર બધા ?
દાદાશ્રી : ના, નાનપણમાં તો મને આ વૈષ્ણવના સંસ્કાર મળેલા. અમારો જન્મ વૈષ્ણવ મા-બાપને ત્યાં ઋણાનુબંધથી થયેલો.
પ્રશ્નકર્તા પણ દાદા, એવું સાંભળ્યું છે કે તમે નાનપણમાં ચોવિહાર કરતા'તા, પ્રતિક્રમણ કરતા'તા.
દાદાશ્રી: ના, ના. એ તો બધું મોટી ઉંમરમાં, પણ પહેલાં કંઠી બંધાવેલી. જૈન ધર્મ તો ફાવે જ નહીં, મેળ જ ન ખાય. વીતરાગ માર્ગ ઉપર ગયેલો.
પ્રશ્નકર્તા: હા, એટલે વીતરાગ માર્ગ ઉપર, બરોબર.
દાદાશ્રી : આ કૃષ્ણ ભગવાને “વીતરાગ’ કહ્યું, તે ફાવે. વીતરાગો (તીર્થકરો)એ “વીતરાગતા' કહ્યું તે ફાવે. જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ એ બધું અમને ના ફાવે.
મને કંઈક શિખવાડે, ત્યાં બંધાવું ફરી કંઠી પ્રશ્નકર્તા : આપનો જન્મ વૈષ્ણવ કુળમાં થયેલો તો તમે કંઠી કોની બંધાવેલી ?