________________
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ સાચા દિલનો એટલે ભગવાનnય ટૈડકાવતો
સંસાર એ તો બંધન જ છે, મને તો નાની ઉંમરમાં આ બંધન લાગી ગયેલું. મને તો તેર વર્ષય બંધન લાગતું'તું. દુઃખ નહોતું તોય બંધન લાગ્યા કરતું'તું.
પ્રશ્નકર્તા : કયા પરિબળના આધારે આપને બંધન લાગતું હતું ?
દાદાશ્રી મારી લાઈફ તમારે જાણવી છે તો હું થોડીક વાત કરું કે નાનો હતો ત્યારથી મને આ દુનિયામાં પરતંત્રતા ગમતી ન હતી કોઈ પણ માણસની. મને ઉપરી ગમતો નહોતો. એ બહુ મોટો ત્રાસ ! કોઈ પણ ઉપરી હું પસંદ કરવા માટે તૈયાર નહોતો. મનુષ્યોથી ઉપર ઉપરી કોઈ હોવો જ ન જોઈએ. માથે ઉપરી હોય તો પરવશપણું કેટલું બધું રહે?
એ તો મારે ભગવાન જોડે ઝઘડો હતો, તેર વર્ષનો હતો ત્યારથી. હું નાનપણથી ભગવાનને ટૈડકાવતો. એટલે ભગવાનની તરફે હું સાચા દિલનો હતો. બીજું કશું નહીં, કપટ-બપટ નહીં.
સાધુ-સંતોની સેવા કરવી બહુ ગમતી પ્રશ્નકર્તા : તમે તેરમે વર્ષે કેવી રીતે શોધ્યું કે મારો કોઈ ઉપરી નથી ?