________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
માથે ચડ્યો, એ તો બોજો રહ્યો.' અને જે ભગવાને આ જગતને ક્રિયેટ કર્યું અને જેણે જગતમાં આપણને બનાવ્યા એનો ઉપકાર ભૂલાતો હશે? એટલે આપણો મોક્ષ થાય નહીં. અને એ પાછું ભગવાન મોક્ષે લઈ જાય મને, પણ તે ઉપરીનો ઉપરી તો રહ્યો ને પાછો. અને ઉપરી ત્યાં આગળ છે તે મોક્ષ કહેવાય જ નહીં ને ! ‘ઉપરી મારે જોઈતો જ નથી. ભગવાન ઉપરી છે એવું સ્વીકાર જ કરતો નથી. તમે મારા ઉપરી છો, પ્રત્યક્ષ છો માટે. પ્રત્યક્ષ ઉપકારી છો એટલે' કહ્યું. પછી મહારાજ ચમક્યા કે ‘યે ક્યા બોલતા હૈ, યે ક્યા બોલતા હૈ ? ઐસા નહીં બોલો, નહીં બોલો.’
ભગવાન તમારી કલ્પના જેવા છે જ નહીં
પછી બાપજી ગભરાય ને. કહે છે, ‘આ શું કહે છે, આવું ના બોલાય. ભગવાનની નિંદા કેમ કરું છું ? આ તો મેં કહ્યું કે ભગવાન તને મોક્ષે લઈ જશે.’ ત્યારે મેં કહ્યું, ‘ના, હું તો બોલીશ. નિંદા નથી કરતો. ભગવાન એવા છે જ નહીં, જે તમારી કલ્પનામાં છે. એટલે ભગવાનને તો હું શોધું છું. મહારાજ, મને પણ એ મેળ જ નથી પડતો. એ ભગવાન મોક્ષે લઈ જાય, એવું મારે જવું નથી. હું તો મારી રીતે જઈશ.’
૩૯૨
કો'ક મને મોક્ષે લઈ જનારો ? ઈઝ ધેર એનીબડી ? અને તે તમારો ઉપરી હોય. આઈ ડોન્ટ વૉન્ટ બૉસ. તું ઉપરી, મને લઈ જનાર તું કોણ વળી ? તું નવરો કંઈથી પાક્યો ? માથે ભગવાન ઉપરી હોય તો પછી એને મોક્ષ કહેવાય જ શી રીતે તે ? ઉપરીવાળો મોક્ષ માટે જોઈતો નથી. હું અન્ડરહેન્ડ રહેવા માગતો જ નથી આ વર્લ્ડમાં. જે થવાનું હોય તે થાય, પણ અન્ડરહેન્ડ રહેવા માગતો નથી. તમારી સેવા કરીશ, પણ અન્ડરહેન્ડ નહીં.
પ્રશ્નકર્તા : પણ સેવા કરે એ અન્ડરહેન્ડ જ કહેવાય કે નહીં ?
દાદાશ્રી : ના, ના, હું નહીં રહું અન્ડરહેન્ડ. તમારી દૃષ્ટિમાં જો હું અન્ડરહેન્ડ લાગીશ તો હું ઊઠી જઈશ. તમારી દૃષ્ટિ ફેર થશે, હું ઊઠી જઈશ. સેવા બધા પ્રકારની કરીશ. એટલે મહારાજ સમજી ગયા કે આ છોકરો જબરો છે !