________________
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ
૩૯૯
સ્વરૂપ જ છે' એ ભાન નથી એટલે લોકો એને ઉપરી ઠરાવે. પોતે લાલચ છે એટલે. એની પાસે કંઈક લેવું છે, પણ ના મળે એની પાસે. છે નહીં, તે શું આપશે અમથો વગરકામનો ? હા, તારે જે જોઈતા હોય ભૌતિક સુખો, તારી પાસે હોય તે આ લોકોને તે આપ. એટલે તને ભૌતિક સુખ તો પાર વગરનું મળશે અને દુઃખ આપું તો દુ:ખ મળશે. બાકી આ બધાનું સરવૈયું તને મળશે, ભગવાનની વચ્ચે જરૂર નથી. એને દલાલ શું કરવા કરું છું તે ? અને ભગવાન તો શું કહે ? તારે સનાતન સુખ જોઈએ તો જ મારી પાસે આવ, આ સુખો માટે હું નથી. તમારે કયું સુખ જોઈએ છે?
પ્રશ્નકર્તા: સનાતન સુખ.
દાદાશ્રી : હા, સનાતન સુખ જોઈતું હોય તો તું અહીંયા આવ. એ ભૌતિક સુખોને માટે શું કરવાનું?
એટલે પરવશતા તો મને બહુ ખૂંચતી'તી અને તે ભગવાનના પરવશ રહેવાનું તો મને બહુ ગૂંચતું'તું. આ પારકો માણસ, નહીં લેવાદેવા. વખતે મોટોભાઈ હોય તો આપણે જાણીએ કે કમાઈને લાવે છે બિચારો ને આપણને ખવડાવે છે એટલે ઉપરી. એના વળી પરવશ રહીએ. ભાભીને પરવશ રહીએ કે ખાવાનું બનાવીને ખવડાવે છે બધું. પણ આને નહીં લેવાદેવા ને વગરકામના એને પરવશ રહેવાનું ? એટલે મને ખૂંચ્યા કરતું'તું અને ખોળી કાઢ્યું ત્યારે છોડ્યું મેં.
ઉપરી એ જ ઉપાધિ નાનપણમાં મારા કરતા વધી જાય તેની જોડે બેસવાનું મને ફાવે નહીં, હીનતા લાગે. ત્યાં ના ફાવે. એ વાતો કરે એટલે મારી જાતને હીનતા લાગે એટલે હું ત્યાંથી ખસી જઉ. મેં કહ્યું, “આ દુકાને આપણે બેસવું નહીં. આપણો નંબર લાગે ત્યાં બેસવું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.'
પ્રશ્નકર્તા: નાનપણમાં એવું હતું?
દાદાશ્રી : ત્યારે શું કરવાનું ? આ ફાવે નહીં. આ મારી કરતા વધી ગયો એ ફાવે નહીં.