________________
૩૯૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
મૂઆ વગરકામના ચડી બેસે. વર્લ્ડમાં મા-બાપ ઉપરી હોય તે એનો વાંધો નહીં, બાકી બીજાનું ઉપરીપણું સ્વીકારવા તૈયાર નહોતો હું.
આ મા-બાપ ઉપકારી છે, માટે એ ભલે આપણને ટૈડકાવશે તો ચલાવી લઈશું. હા, ટૈડકાવા પડે તો ઘરવાળા ટૈડકાવે એનો વાંધો નથી. કારણ કે એ લોકો તો આપણા માટે મહેનત કરે છે. એટલે ઉપકારી છે. નાના હતા ને મોટા કર્યા એ બધું જાણીએ કે આપણે. પણ મોટા ના કર્યા હોય ને મૂઆ આપણને ટૈડકાવે એ કોણ વળી? ભગવાને મોટા કર્યા નથી એવું ખુલ્લું દેખાય છે. એ આપણને ટૈડકાવે, એને શું લેવાદેવા? મા-બાપે મોટા કર્યા એ તો મેં જાતે જોયેલું. આ ખુલ્લું દેખાય છે એટલે એમનો ઉપકાર ના ભૂલાય. એ તો પ્રત્યક્ષ ઉપકારી જોઈએ છીએ, જાણીએ છીએ આપણે. એમનું ઉપકારીપણું છે, ઉપકારીનું ઉપરીપણું છે. પેલું તો કાયમનું ઉપરીપણું સૂચવે છે ભગવાનનું. કાયમી ઉપરી ના જોઈએ.
ખોળી કાઢ્યું કે મારો-તમારો કોઈ ઉપરી છે નહીં
આ કોઈ ઉપરી હોય એ રીતે મારી જિંદગીમાં આવ્યો નથી હું. એ ઉપરી મારે તો પોસાય નહીં, નો બડી (કોઈ નહીં). ઉપરી કરવા માટે જગતમાં આવ્યો નથી. ઉપરી પોસાય જ શી રીતે ? ઊંઘ ના આવે અમને તો રાત્રે. મેળ જ પડે નહીં ને ! એટલે ઉપરી ના જોઈએ. ઉપરી સ્વીકારવા તૈયાર નહીં. તો કહે, ઉપરી નહીં સ્વીકારું ત્યાં સુધી પૈણવા નહીં મળે. મેં કહ્યું, “નહીં પણું. ઉપરીપણું સ્વીકારવા હારુ પૈણું એમ ?” ઉપરીપણું સ્વીકાર્યું નહીં અને ખોળી કાઢ્યું કે મારો તો ઉપરી નથી પણ તમારોય કોઈ ઉપરી નથી. હું ઉપરી વગરનો થયો અને તમને ઉપરી વગરના કરું છું.
મારે માથે કોઈ જોઈએ જ નહીં. માથે ફાધર-મધર, અહીં કોઈ ગુરુ હોય તે માથે, બાકી ઉપર કોઈ નહીં. વગરકામના માથે જોઈએ જ નહીં. માથે કોઈ હોય એને પછી આ જીવન જ કેમનું કહેવાય ? તો શું લાચારીમય જીવન જીવવાનું છે ? ભગવાન રૂક્યો છે ને ભગવાન આમ.... એટલે ઉપરી ના જોઈએ પહેલેથી નક્કી કરેલું. ઉપરી જો હોય તો એનું