________________
[૧૦.૭] યમરાજના ભય સામે શોધખોળ
૩૮૫
નિયમથી સવાર થાય, નિયમથી રાત પડે. નિયમરાજ તમને સમજાયું ? નિયમ જ લઈ જાય છે.
પ્રશ્નકર્તા : હવે આનો હિસાબ કોણ રાખે ?
દાદાશ્રી : કુદરતનો નિયમ એવો છે કે આનો હિસાબ નિયમ જ રાખે છે. નિયમરાજ એટલે કુદરતના કાયદાના આધારે આ ચાલે, તેમાં વચ્ચે ભગવાનની કે કોઈની જરૂર નથી. તમે વ્યવસ્થિત જાણો છો ને ? વ્યવસ્થિત જ કરે છે ને બધું ? હવે એમાં કંઈ મારવાનું રહ્યું ? એટલે ત્યાં રસ્તામાં કોઈ કષ્ટ-બષ્ટ કરતું નથી. કોઈ છે જ નહીં, કોઈ બાપોય નથી ત્યાં આગળ. અને જમરા કંઈ ત્યાં મારતા મારતા લઈ જાય છે ?
મેં કહ્યું, “કોઈ ભય પામશો નહીં. કોઈ લેવા આવનારું નથી, નિયમરાજ છે. તમને ગમશે ?” ત્યારે કહે, “એ તો બહુ સારું. તો તો ભય ના લાગે, નિયમરાજ છે એટલે.’ લોકો સમજે કે આ નિયમરાજ છે, હવે વાંધો નથી.
નિયમરાજને ઓળખ્યા તમે ? જો યમરાજ કહે તો કેટલો ભડકાટ ઊભો થાય ? ને નિયમરાજ કહે એટલે ફોડ પડે. એ બધાનો ભડકાટ ઊડી જાય. એટલે આ આવો બધો કચરો અમે કાઢી આપીએ.
આ નિયમરાજને બદલે યમરાજ મૂકીને આ લોકોએ તેલ કાઢી નાખ્યું ! ત્યારે મૂઆ, આવું શું કામ મારી નાખ્યા ? લોકોને કહી દો ને, છેવટે તે નિયમરાજ છે, યમરાજ શું કરવા ઘાલી દીધા ? હવે પહેલેથી નિયમરાજ કહ્યું હોય તો વાંધો હતો?
હેતુ પાપ કરતા અટકાવવાનો પ્રશ્નકર્તા: ના. તો આવો જમાનો ખોટો ભય શા માટે ઘુસાડ્યો હશે પહેલાંના લોકોએ ?
દાદાશ્રી : જમરાનો ભય શાથી દેખાડતા’તા લોકો ? ત્યારે આગળ જે યમરાજ કહેનારા તે કંઈ ગાંડા હતા ? ગાંડા નહોતા. તે લોકોએ શા હારુ આ નિયમરાજને બદલે યમરાજ મૂકેલા ? દુ:ખી કરવા માટે નહીં