________________
[૧૦.૭] યમરાજના ભય સામે શોધખોળ
નથી. આ તો તોફાન જ છે ખાલી. તમને ઊંધે રસ્તે ચડાવ્યા છે. ખોટું ફેલાવેલું છે મહીં. અને હોય તો હમણે જ મને લઈ લે. એટલે પછી મેં પુસ્તકમાં ખુલ્લું લખ્યું કે ‘જમરા નામનું જીવડું નથી એની ગેરેન્ટી આપું.’
જમરાતા ખોટા ભયથી મારી તાખ્યું હિન્દુસ્તાતને
લોકોને ભય પમાડીને મારી નાખ્યા. લોકો કાંઈ ઓછા નથી, આ આગલી પ્રજા આપણી ! આખા હિન્દુસ્તાનમાં ખોટા વહેમ ઘાલી દીધા’તા અને વગર કામનો ભય ! ભયથી ત્રાસ પામી ગયું છે આખું હિન્દુસ્તાન ! મુસ્લિમો ના ભડકે, કિશ્ચિયનો ના ભડકે, એકલા આ લોકોમાં જ પેસી ગયેલું ભૂત.
૩૮૩
મેર ચક્કર, શું કરવા લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાવો છો ! ગપ્પાં માર્યા છે હિન્દુસ્તાનના લોકોએ. લોકોનો વિશ્વાસ ના કરશો આવો તેવો. મૂઆ, આ ખોટી ભડક છે, કાઢી નાખજો.
તે
મેં લોકોને કહ્યું કે ‘અલ્યા, શાંતિથી ખાવ-પીવો, મજા કરો. જાવ, જોખમદારી મારે માથે લઉ છું. જેમ ઈશ્વરની વાતો મેં શોધખોળ કરી છે, આ બધી જાતે જોઈને કહું છું. ત્રણેય કાળને માટે સત્ય કહું છું હું. પાછળ કોઈ છેકનાર ના મળે એવી વાત હું કહું છું કે જમરા નામનું કોઈ જીવડું હતું નહીં.’
તિ-યમરાજ તે થઈ ગયું યમરાજ
ત્યાર પછી લોકો પાછા કહે છે, ‘પણ એવું સાવ જૂઠું તો કેમ કહેવાય ? એમ ગપ્પુ તો નહીં હોય ને ? કંઈક એનું મૂળ તો હશે જ ને ?' જમરાના સ્થાન પર કોણ હશે ?
પ્રશ્નકર્તા ઃ કર્મનું ફળ હોઈ શકે.
:
દાદાશ્રી : હા, એ જ કહેવાય કર્મફળ. પણ એનો કંટ્રોલર તો હોય કે ના હોય ? એટલે લોકો શું કહે છે ? ‘જમરા ના હોય, તો એને બદલે કોઈ હશે તો ખરું ને ? તો જ લઈ જાય ને ! માણસ મરી જાય છે તે, યમરાજ તો જોઈએ ને ? જમરા વગર તો કેમ ચાલે ? જો જમરા ના