________________
૩૭૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આટલામાં. હજુ તો આ મરી ગયા નથી, માંદા થયેલા તેને લેવા આવેને કે સાજાને લેવા આવે ? એટલે આ માંદાની સેવામાં બેઠેલો અને એક બાજુ કૂતરું રડ્યું. કહ્યું, “ઓત્તારી, આવી ગયો આ તો.' કાકા તો સૂઈ ગયા છે બિચારા, પણ આ માણસ કાકાને લઈ જશે આજે સવારમાં જ એવું લાગ્યું મને. શું લાગ્યું ? એટલે મહીં થવા માંડ્યો ડખો કે આ કાકાને સવાર સુધીમાં લઈ જવાના. અહીં સુધી આવ્યા છે માટે આ કાકાને લીધા વગર જાય નહીં. આ જતા રહેશે સવારમાં. અને એ કાકા અમારા સગા હતા, એટલે મને ચિંતા થવા માંડી. બોલો, શું ના થાય મને ?
પ્રશ્નકર્તા : બધું થાય ને !
દાદાશ્રી : પછી મને મનમાં એમ થયું કે જમરા કાકાને લેવા આવ્યા તો આપણને શું કરશે ? આપણે તે ઘડીએ શું કરીશું ? એટલે મને એ ગભરામણ થઈ ગઈ. ફફડાટ પેઠો કે આપણને ગોદા મારતો જાય. હવે હું તો નાની ઉંમરનો બાળક કહેવાઉ તેર વર્ષનો, તે ભય લાગે ને પાછો જમરાનો ? એય મોટા મોટા દાંત દેખાડે, તે આ બધું આપણને જરાક ટપલી મારે તો આપણી શી દશા થાય ?
ભયતા જ્ઞાન સામે બીજું જ્ઞાત ગોઠવે તો આ જાય
હવે ભય નીકળે શી રીતે ? જ્યાં સુધી આ જ્ઞાન થયું છે, આની સામે બીજું જ્ઞાન ના આવે ત્યાં સુધી આ ભય નીકળે નહીં. જે જ્ઞાનથી ભય થયો એનું વિરોધી જ્ઞાન ન હોય ત્યાં સુધી ભય નીકળે નહીં. હવે કાકાને છોડીને મારે જતુંય ના રહેવાય ! બીજું કોઈ હતું નહીં. તે કાકાને મને સોંપીને બધા સૂઈ ગયા હતા. એટલે ખરી ઉપાધિમાં મૂકાયો ! આ ઉપાધિ પેઠી પાછી !
પ્રશ્નકર્તા: તમે મુસીબતમાં આવી ગયા.
દાદાશ્રી : એટલે મારી તો દશા જ બેસી જાય ને ? અને પછી મને ઊંઘ આવવાની બંધ થઈ ગઈ. ભય પેઠો એટલે ઊંઘ ક્યાંય ઊડી જાય ! નાનો બાળક એટલે ભડકી ગયો, પછી ઊંઘ આવે છે ? તે ઊંધેય