________________
[૧૦.૭] યમરાજના ભય સામે શોધખોળ
3७७
સાંભળેલા તે શ્રદ્ધેલા જ્ઞાતે કરી ઉપાધિ ત્યારે મેં જ્ઞાન સાંભળેલું. લોકોએ મને જ્ઞાન કહેલું. મને શું કહે ? કૂતરું રડે ત્યારે જાણવું કે અહીં જમરા આવ્યા. અલ્યા, કૂતરું રડે નહીં બિચારું ? તે આપણા લોક કહે, “કૂતરું ઓ ઓ કરીને રડે ત્યારે જાણવું કે જમરા અહીંયા આટલામાં ફરે છે. કૂતરાને ખબર પડે, કૂતરાને દેખાય !”
એટલે આ જ્ઞાન મને થયેલું. શું જ્ઞાન થયેલું કે જમરા લેવા આવે છે, એના શું લક્ષણ હોય તો આવ્યા એવી ખબર પડે ? ત્યારે કહે, “કુતરા રડે તો જમરા લેવા આવ્યા છે એ ખાતરી.” જ્ઞાન તો આપણા લોક આપે જ છે. અલ્યા, આ જ્ઞાન તમે ના આપ્યું હોત તો શું નુકસાન હતું ? એવું જ્ઞાન ના આપ્યું હોત તો આ લોકોને વાંધો હતો કંઈ ?
પ્રશ્નકર્તા : થોડો ડર રાખવાને વાસ્તે.
દાદાશ્રી તે પેલું મેં સાંભળેલું જ્ઞાન, એટલે હવે તે ઘડીએ મનમાં કશું થાય કે ના થાય ? એટલે એ જ્ઞાન હાજર થયું. હવે સાંભળેલું જ્ઞાન તો હેરાન કરે. જો ના જાણ્યું હોત તો કશી ઉપાધિ નહોતી. શું જાણ્યું ?
પ્રશ્નકર્તા: કૂતરું રડે તો જમરા આવે.
દાદાશ્રી : આ જ્ઞાન ન જાણ્યું હોત તો મને દુઃખેય ના હોત. પણ આ જ્ઞાન હું જાણી આવ્યો હતો પાછો, આવા અક્કલવાળા પાસેથી. આ અક્કલના કોથળા છે ને, એમની પાસેથી મેં જ્ઞાન જાણું. સાંભળેલું જ્ઞાન તો અસર કર્યા વગર રહે નહીં ને.
મેં જ્ઞાન સાંભળેલું તેનો વાંધો નહીં, પણ સાંભળેલા પર શ્રદ્ધા બેઠેલી મને. જો શ્રદ્ધા ના બેસી હોય તો વાંધો ન આવત. શ્રદ્ધા ના બેસે તો કશું અસર ના થાય. એટલે મને યાદ આવ્યું કે આ કૂતરું રડ્યું, આ બધા કહેતા'તા ખરું કે કૂતરું રડે ત્યારે પેલા જમરા આવે. આ જ્ઞાન મળતું આવે છે ! કાકાએ તો લઈ જશે પણ મને શું કરશે એતો ફફડાટ એટલે મને વહેમ પડ્યો કે આજે જમરા આવ્યા છે ખરા