________________
૩૮૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
લોકો ઠોકાઠોક કરે છે કે શું છે ? એટલે પછી મેં તો તપાસ કરવા માંડી, તેર વર્ષની ઉંમરથી પાછળ પડ્યો કે જમરા નામનું જીવડું સાચું છે કે ખોટું છે ? એની બૈરી, એને કંઈ છોકરા-છોકરાં હશે કે મૂઓ પૈણ્યા વગરનો વાંઢો હશે? લાવ ને, તપાસ તો કરવા દે કે આ વાત સાચી છે કે ખોટી છે ? આ જમરા ખરેખર ફેક્ટ (સાચું) છે કે આ લોકોએ ઠોકી બેસાડેલી વાત છે ?
જગતને ગાંઠે નહીં એવો ગાંડો અહંકાર એટલે મેં કહ્યું, ‘હવે જમરાને ખોળી કાઢું ત્યારે ખરો. હવે આનું તળિયું-નળિયું બધું કાઢી નાખો. આ કંઈ પકડો, આ પોલને ખોળી કાઢો.” પછી બહુ તપાસ કરી. મૂળથી સ્વભાવ કડક આ બાજુનો. અમે તો મૂળ ક્ષત્રિયને પાછા, જન્મેલા ક્ષત્રિયને ત્યાંને. જે જે ખોટી વાત હોય, તેની પાછળ પડવાની ટેવ પડેલી. એ તો મારો અહંકાર ગાંડો હતો, કેવો હતો ?
પ્રશ્નકર્તા : ગાંડો અહંકાર.
દાદાશ્રી : હા, જગતને ગાંઠે એવો નહીં. અમે જગતને ગાંઠેલા નહીં. જગતને ગાંઠે એ ડાહ્યો અહંકાર કહેવાય. જગતને ગાંઠે એટલે જગતને હળી-મળીને ચાલે એ ડાહ્યો અહંકાર કહેવાય અને મારે તો ગાંડો અહંકાર.
સામો પડીશ પણ લોકોને દુ:ખ ન રહેવું જોઈએ
એટલે એવા ખોટા ભય નહીં. એટલે પછી સામો પડ્યો. બધા શાસ્ત્રો ઉથામી નાખ્યા. આ જમરો કોણ મૂઓ છે ? જે કરવું હશે એ કરશે પણ હું એના સામો પડવાનો. લોકોને આ દુઃખ ના રહેવું જોઈએ. આટલો ભડકાટ બિચારાઓને !
હું જ્યારે મુશ્કેલીમાં મૂકાવ ને, ત્યારે હું આખા સંસારનું વિભાજન તોડી-ફાડી નાખું. તે તેર વર્ષની ઉંમરે મુશ્કેલીમાં મૂકાયો.
હું પંડિતોને પૂછી આવ્યો. “આ જમરા નામનું જીવડું કંઈથી આવ્યું, બાપજી ?” ત્યારે કહે, ‘તમે ના સમજો, બોલશો નહીં.” મેં કીધું, “ના, મારે