________________
૩૭૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
બંગાળમાં, મદ્રાસમાં, કેરાળામાં, એક-એક સ્ટેટમાં ઘેર-ઘેર લોકો જાણે. જમરાને સહુ કોઈ ઓળખે, એની ઓળખાણ પાડવીએય ના પડે. એ આપણા હિન્દુસ્તાનમાં કયા ખૂણામાં આ જ્ઞાન ફેલાયેલું નહીં હોય ?
પ્રશ્નકર્તા: બધે છે.
દાદાશ્રી : દરેક ખૂણો, નેપાળ, ભૂતાન બધે, એવરીવ્હેર. કયું અજ્ઞાન ફેલાયેલું હોય ? જમરા જીવ લેવા આવે છે. જમરાનો ધંધો શો ? તે શું કરવા આવે ?
પ્રશ્નકર્તા: તમને ઉપર પહોંચાડવા.
દાદાશ્રી : પાછું એટલે સુધી, આપણા લોકો તો શિખવાડે, કે માણસ મરી જાય તે જમરા છે તે અહીંથી જીવ લઈ જાય છે અને આપણે જે બધા પાપ કર્મ, ખોટા કર્મ કર્યા હોય, તે રસ્તામાં તમને માર મારતા મારતા ને બહુ દુઃખ દેતા દેતા લઈ જાય ભગવાન પાસે. લોકો આવું જ્ઞાન જમરાનું રજૂ કરતા. એટલે આ તો મરતા પહેલાંય ભય પેસી જાય. અલ્યા મૂઆ, પણ શરીર વગર વાગે કોને તે?
કૂતરું રડે એટલે જમરા આવ્યા, તે ભડકે છોકરાં
પછી લોકોએ કહેલું પાછું કે “જમરા આવે ક્યારે ખબર પડે ? તેનો નિયમ શી રીતે ખબર પડે ?” ત્યારે લોક કહે કે “આ કૂતરું રડ્યું અને આ તમારા મામા માંદા છે એટલે ત્યાં સુધીમાં તો આવ્યા જમરા, સમજો !” એટલે બોલો, ભડકી જ જવાય ને ! અલ્યા મૂઆ, કૂતરા રડે છે, એમાં જમરા શું કરવા આવે ? હવે છોકરાં તો સાચું જ માને ને બિચારા, મા-બાપ કહે એટલે. પોતાના મા-બાપ વિશ્વાસુ કહેવાય. મા-બાપ-ગુરુ એ જેમ કહે એમ. આમ છોકરાં સાચું માની લે એટલે એમને ભડકાટ લાગે, એટલે રાત્રે બીક લાગે. પછી કૂતરું રડે તો એમના મનમાં એમ જ થાય ને કે જમરા અહીં આવ્યા, તે મને હઉ લઈ જશે !
એટલે નાની ઉંમરના છોકરાંઓ બધા ફફડતા’તા પહેલાં. નાના છોકરાંને જમરાનો ભય લાગે. માણસ માત્રને ભય જમરાનો. તે નાની