________________
[૧૦.૭] યમરાજતા ભય સામે શોધખોળ જમરાતી અવળી માન્યતા એકલા હિન્દુસ્તાનની
હું નાનો હતો તે દહાડે ગામડામાં શું ચાલતું'તું કે જમરા છે ઉપર. માણસ મરી જવાનો થાય ત્યારે જમરા લઈ જવા આવે છે, બધા જીવને.
એટલે આ લોકો શું માનતા હતા? આખું જગત નહીં, હિન્દુસ્તાન એકલું જ. માણસ માંદો થાય ને, એટલે જમરા જીવ લેવા આવે છે. જમરા નામનું જીવવું છે તે ખાઈ જાય છે બધાને.
- હવે આખા હિન્દુસ્તાનમાં આ માન્યતાએ એટલો ભયંકર રોગ ઘાલી દીધેલો હતો. ત્યારે દુનિયામાં જમરા વગર ચાલે છે ને, આપણા હિન્દુસ્તાનમાં જ જમરા ! હિન્દુસ્તાન સિવાય બીજા લોકોને જમરા વગર ચાલ્યું અને આમને જમરા વગર નથી ચાલતું. હવે બીજા કોઈ દેશમાં મારતા મારતા જમરા આવતા એ વાત જ નહીં ને ! આ એકલો જ દેશ એવો હતો કે જમરા અહીંયા આવે છે !
દસ વર્ષેય વિચાર આવતા અવળી માન્યતા સામે
મેં કહ્યું, ‘જમરા બહારના લોકો માને છે કે નથી માનતા ?” દસબાર વર્ષે મને આ બધા વિચાર આવતા હતા.
હવે આખા હિન્દુસ્તાનમાં બધે જમરાના ભૂત ઘાલી દીધેલા.